રક્ષાબંધન - રાશી પ્રમાણે તમારા ભાઈને કેવી રાખડી બાંધશો
મંગળવાર, 1 ઑગસ્ટ 2017 (14:50 IST)
ભગવાને માણસ જાતને અનેક સંબંધો જીવનમાં આપ્યા છે. પણ સૌથી સારો અને પવિત્ર સંબંધ ભાઈ બહેનનો હોય છે. કહેવાય છે કે ભાઈ-બહેનનો લોહીનો સંબંધ છે. જે બિલકુલ નખ જેવો છે જેને તમે ઈચ્છો તો પણ ચામડીથી અલગ નથી કરી શકતા. ઠીક એજ રીતે આ સંબંધનો પ્રેમ અને વિશ્વાસ હોય છે.
ભાઈ બહેનના આ જ પ્રેમ અને મહત્વને દર્શાવવા માટે રક્ષા બંધનનો તહેવાર ઉજવવામાં આવે છે. આ વખતે રક્ષા બંધન 10 ઓગસ્ટના રોજ છે. બજારમાં પણ આ તહેવારની રોનક જેવા મળી શકે છે. ભાઈ પોતાની બહેનો માટે ભેટ લઈ રહ્યા છે. બીજી બાજુ બહેનો પોતાના ભાઈઓના હાથ પર બાંધવા માટે સુંદર રાખડીઓ પસંદ કરી રહી છે.
જ્યોતિષ મુજબ જો બહેનો પોતાના વ્હાલા ભાઈની રાશિ મુજબ રાખડીની પસંદગી કરે તો વધુ શુભ રહે છે. કારણ કે શુભ રંગોવાળી રાખડીઓ ચોક્કસ જીવનમાં સુખ અને સમૃદ્ધિ અને ખુશીઓ લઈને આવશે. રાશિ મુજબ ભાઈના કાંડા પર કયા રંગની રાખડી શુભ રહેશે તેની માહિતી આ મુજબ છે.