રક્ષાબંધન : ભાઈને રાખડી બાંધવાનુ મુહુર્ત

N.D
13 ઓગસ્ટ શનિવારના રોજ રક્ષાબંધનનો તહેવાર છે. દરેક બહેનના મનમાં પોતાના ભાઈને રાખડી બાંધીને તેના માટે ઈશ્વરને પ્રાર્થના કરવાનો ઉમળકો હોય છે. બહેન ગમે તેટલી ભણેલી કેમ ન હોય પણ ભાઈના શુભચિંતક હોવાને કારણે તે રાખડી તો શુભ મુહુર્તમાં જ બાંધે છે. દરેકને એક જ પ્રશ્ન હોય છે કે આ વખતે રક્ષા બંધનનું શુભ મુહુર્ત ક્યારે છે.

રક્ષાબંધન શ્રાવણમાં પૂનમને દિવસે આવે છે. જેથી જ્યોતિષીઓ મુજબ રક્ષાબંધનનુ કામ શ્રવણ નક્ષત્રમાં જ કરવુ જોઈએ. શાસ્ત્રોમાં બ્રહ્મકાળને શુભ કાર્ય માટે નિષેધ માનવામાં આવે છે. બ્રહ્મકાળ સવારે 12.10 સુધી રહેશે. તેથી રક્ષાબંધનૌ મુહુર્ત 12.10 વાગ્યા પછીનુ છે. જેથી શુભ મુહુર્ત સાંજે 6 વાગ્યા સુધીનુ છે.

રક્ષા બંધન માટે ઉત્તમ મુહુર્ત

બપોરે 12 થી લઈને 1.30 વાગ્યે - ચલ
બપોરે 1.30થી બપોરે 3 વાગ્યા સુધી - લાભ
બપોરે 3 વાગ્યાથે સાંજે 4.30 વાગ્યા સુધી - અમૃત
સાંજે 6 વાગ્યાથી સાંજે 7.30 સુધી - લાભ
રાત્રે 9 વાગ્યાથી 10.30 સુધી - શુભ.

વેબદુનિયા પર વાંચો