ટેનિસ સ્ટાર સાનિયા મિર્જાએ આજે રાતે ઈશારો કરી દીધો કે તે પોતાનો બેંગલોર ઓપનમાં નહી રમવાના નિર્ણય પર પુન: વિચાર કરવાની કોઈ શક્યતા નથી, પણ આ હૈદરાબાદી છોકરીએ કહ્યુ કે જ્યારે પણ તેની પસંદગી કરવામાં આવશે ત્યારે તે ભારત તરફથી જરૂર રમશે.
એક વિશેષ મુલાકાતમાં સાનિયાએ પોતાની સાથે સંકળાયેલી બાબતોને પોતાની રીતે રજૂ કરવા બદલ મીડિયાના એક વર્ગની ટીકા પણ કરી.
આ વર્ષે 21 વર્ષીય સ્ટાર એશિયાની નંબર વન અને વિશ્વ રેંકિગમાં 29માં સ્થાન પર રહેલી ખેલાડીએ કહ્યુ કે મેં બેંગલોર ઓપનમાં નહી રમવાનો નિર્ણય કર્યો છે, કારણકે હું મારી સાથે અને મારી યોગ્યતાઓ સાથે ન્યાય કરવાની સ્થિતિમાં નહોતી.
તેમને પૂછવામાં આવતા કે દેશમાં જે નિરાશાની લહેર ફેલાઈ છે તે જોતાં શુ તેઓ પોતાનો નિર્ણય બદલવા અંગે કાંઈક વિચારશે, તેના જવાબમાં તેણે કહ્યુ કે-"પહેલા તો એ કહેવુ યોગ્ય નહી ગણાય કે હુ કોઈ ખાસ કારણે બેંગલોર ઓપનમાંથી હટી જવાનો નિર્ણય કર્યો છે કારણકે ખાસ વાત તો એ છે કે મેં ડ્રોમાં પણ ભાગ નહોતો લીધો.
તેમણે કહ્યુ - મારા કેરિયરમાં આ પહેલીવાર છે કે હુ ભારતમાં રમાતી આંતરરાષ્ટ્રીય ટુર્નામેંટમાં વ્યક્તિગત કારણોસર નથી રમી રહી. મને નથી લાગતુ કે હું મારા હાથ અને મારી ક્ષમતાઓ સાથે ન્યાય કરવાની સ્થિતિમાં હતી. જો મને આ જ પરિસ્થિતિમાં રમવાનુ હોય તો મને લાગે છે કે હું મારા ચાહકોને નિરાશ કરીશ.
સાનિયાએ કહ્યુ કે તેના કેરિયર પર છવાયેલા વિવાદો જ બેંગલોર ઓપનથી બહાર હોવાનુ મુખ્ય કારણ છે. ભારતમાં કોઈ પણ ખેલાડીને છેલ્લા બે મહિનાથી આટલી મુશ્કેલીઓનો સામનો નહી કરવો પડ્યો હોય.
તેમણે કહ્યુ કે મને નથી લાગતુ કે બધા ખેલાડીઓને આ પ્રકરની પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો હોય જેવો હું કરી રહી છુ. ખાસ કરીને છેલ્લા બે મહિનામાં. જ્યારે આપણા બે મહાન ટેનિસ ખેલાડી મહેશ ભૂપતિ અને લિએંડર પેસે ચેન્નઈમાં થયેલા એટીપી ટૂર્નામેંટથી બહાર થવાનો નિર્ણય લીધો તો કેમ કોઈએ તેને મુદ્દો બનાવીને ન ઉછાળ્યો ?
તેમને પૂછવામાં આવતા કે શુ તેઓ બેંગલોર ઓપનથી બહાર થવાનો નિર્ણય કરવાથી એ ટેનિસ પ્રશંસક તેમની રમત જોવાથી વંચિત નહી રહે જેઓ તેમની રમત જોવા માંગે છે, ત્યારે સાનિયાએ કહ્યુ લાખોની સંખ્યામાં પ્રશંસક આખા દેશમાં મને ટીવી દ્વારા મને જુએ છે પછી ભલે હુ ભારતમાં રમતી હોય કે વિશ્વમાં કોઈ બીજી જગ્યાએ.
તેમણે કહ્યુ સ્ટેડિયમમાં મેચ જોવા માટે 6000 થી 7000 થી વધુ દર્શકો પ્રવેશ નથી કરી શકતા અને આ એક દુર્ભાગ્યની વાત છે કે તેઓ આ વખતે મને નહી જોઈ શકે.
તેમણે પોતાની સાથે સંકળાયેલી બાબતોને પોતાની રીતે રજૂ કરવા માટે મીડિયાના એક વર્ગની આલોચના પણ કરી. સાનિયાએ કહ્યુ આપણે કદાચ એ જોવાની જરૂર છે કે આપણા મીડિયાના કેટલાક વર્ગ સીમાની બહાર જઈને મારા સાથે સંકળાયેલી નાની નાની વાતોને વધારી-ઘટાડી રજૂ કરે છે, જેના કારણે કેટલાક અસામાજિક તત્વોને પ્રોત્સાહન મળે છે, કારણકે આનાથી તેમને ઘણી પ્રસિધ્ધિ મળે છે.
તેમને આ પૂછવામાં આવતા કે શુ ભારતમાં નહી રમાવાનો નિર્ણય ફક્ત બેંગલોર ઓપન સુધી સીમિત છે ત્યારે તેમણે કહ્ય;ઉ કે જેમ જેમ ટુર્નામેંટ આવશે હુ તે મુજબ જ નિર્ણય કરીશ, પણ મેં કેટલીય વાર કહ્યુ છે કે જ્યારે પણ મને ભારતનુ પ્રતિનિધિત્વ કરવા માટે પસંદ કરવામાં આવશે હુ મારા દેશની સેવાને માટે હંમેશા હાજર છુ.