શા માટે મંદિર બનાવવાની વાત પર હાર્દિક બોલ્યો મુર્ખાઓનું કામ કર્યુ

સોમવાર, 13 ઑગસ્ટ 2018 (15:23 IST)
પાસ નેતા હાર્દિક પટેલે તાજેતરમાં મંદિરો માટે એકઠા કરવામાં આવતા ફંડ પર નિવેદન આપ્યું છે. રવિવારના રોજ હાર્દિક પટેલ અન્ય આગેવાનો સાથે રૂપાલ આવ્યો હતો, જ્યાં તેણે વરદાયીની માતાજીના મંદિરે દર્શન કરી પાટીદારો સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં હાર્દિકે તાજેતરમાં જ પાટીદાર સમાજે ગણતરીની કલાકોમાં જ સમાજ સંકુલ અને મંદિર માટે કરોડો રૂપિયા એકઠા કરવાની આડકતરી રીતે ટીકા કરતા જણાવ્યું હતું કે, મંદિર માટે ત્રણ કલાકમાં દોઢસો કરોડ ભેગા કરો એ મારી દ્રષ્ટિએ મુર્ખાઓનું કામ કર્યુ કહેવાય.ગાંધીનગરમાં હાર્દિકે પોતાના સંબોધનમાં કહ્યું કે, પાંચ દસ પાટીદારો પૈસા પાત્ર હોય તો સમગ્ર પાટીદાર સમાજ સુખી ન ગણાય. ભલે માતાજીનું મંદિર બનાવે, સારી વાત છે, પણ ત્રણ કલાકમાં દોઢસો કરોડ ભેગા કરે એટલે મારી દ્રષ્ટિએ મુર્ખાઓનું કામ કર્યુ કહેવાય. આ પૈસા મંદિરમાં નાખવા કરતા દોઢસો કરોડ સમાજના યુવાનોને રોજગારી-નોકરી આપવા પાછળ ખર્ચ કરવામાં આવે તો પાટીદારોની આવનારી પેઢી સુખેથી રહી શકે.  તેણે જણાવ્યુ હતું કે, આપણે પૈસાની જરૂર નથી પરંતુ સન્માન સાથે જીવી શકાય તેવી નોકરી અને ભણતરની જરૂર છે. 
 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર