પાટીદારોનો હોબાળો: બાયડમાં 20 પાટીદારોની અટકાયત, 200 બાઇક ડિટેઇન

ગુરુવાર, 6 સપ્ટેમ્બર 2018 (16:20 IST)
હાર્દિક પટેલના અનામત તથા ખેડૂતોની દેવા માંફીને લઇને ઉપવાસ પર બેઠો છે. સરકાર હાર્દિકની માંગ વિશે વિચારણા કરે તે માટે રાજ્યમાં અનેક જગ્યાઓ પર પાટીદારો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. ત્યારે બાયડમાં પાટીદાર યુવાનો દ્વારા મંજૂરી વિના રેલી કાઢતા હોબાળો થયો હતો. જેમાં પોલીસે 20 પાટીદારોની અટકાયત કરી છે. તથા 200 જેટલી બાઇકો ડિટેઇન કરવામાં આવી છે. આ પાટીદાર યુવાનો હાર્દિકના સમર્થનમાં આવેદન પત્ર આપી રેલી કાઢવાનો પ્રયાસ કરી રહ્યા હતા. જેમની પોલીસે અટકાયત કરી લીધી છે.હાર્દિકની માંગને સ્વિકારવાને લઇને મોરબી રાજકોટ હાઇવે પણ પાટીદારો દ્વારા ચક્કાજામ કરવામાં આવ્યો હતો. રાજકોટ તથા મોરબીમાં પાટીદારો હાર્દિકને સમર્થન આપવા માટે રોડ પર ઉતરી આવીને રસ્તાઓ રોકી રહ્યા છે. જ્યારે કાગદડી ગામ પાસે પાટીદાર સમાજના લોકોએ ચક્કાજામ કર્યો હતો. રાજકોટ ગોંડલનો ગુદાળા રોડ પણ સજ્જડબંધ કરી દેવામાં આવ્યો હતો. જ્યારે ગુદાળા રોડ પર સવારથી જ વેપારીઓએ હાર્દિકને સમર્થન આપવા માટે ધંધા રોજગારી બંધ કરીને દેખાવો કર્યા હતા.
 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર