હાર્દિક પટેલ બોલ્યા- આત્મહત્યા ન કરશો, પોલીસને મારો, લોકોએ વરસાવ્યા નોટ

સોમવાર, 5 ઑક્ટોબર 2015 (09:54 IST)
ગુજરાતમાં પાટીદાર અનામત સમિતિના કંવીનર હાર્દિક પટેલ ફરી વિવાદોમાં ફંસાયા છે. એક સ્થાનીક ચેનલ પાસે એક વ્યક્તિ સાથેની તેમની વાતચીતનો ઑડિયો છે. જેમા તે વ્યક્તિને પોલીસવાળાને મારવાની સલાહ આપી રહ્યા છે. 
 
હાર્દિક કહી રહ્યા છે..... આત્મહત્યા ન કરશો, પોલીસવાળાને મારો.. પટેલ ક્યારેય આત્મહત્યા નથી કરતા. જે વ્યક્તિ સાથે હાર્દિક આ વાતો કરી રહ્યા છે તેણે પટેલ આંદોલનના સમર્થનમાં આત્મહત્યાનુ એલાન કર્યુ હતુ. જો કે હાર્દિક પટેલ આ વાતથી સ્પષ્ટ ઈનકાર કરી રહ્યા છે. તેમનુ કહેવુ છે કે આ અવાજ તેમનો નથી. પોલીસ આ ઑડિયોની ટેપની તપાસ કરી રહી છે. 
 
બીજી બાજુ સૂરતમાં પટેલ સમુહના એક કાર્યક્રમમાં હાર્દિક પટેલ પર નોટોનો વરસાદ કરવામાં આવ્યો. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયો છે અને જુદી-જુદી પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. 

વેબદુનિયા પર વાંચો