એક બાઉલમાં છીણેલા ઈંડા, ડુંગળી, ટામેટા, લીલું મરચું, ચાટ મસાલો, લાલ મરચું, કાળા મરી અને મીઠું નાખીને બરાબર મિક્ષ કરી લો.
પછી બ્રેડની સ્લાઈસ પર બટર લગાવો અને તૈયાર ઈંડાના મિશ્રણને ઉપરથી સારી રીતે ફેલાવો. હવે એક પેન ગરમ કરો અને બ્રેડના ટુકડાને ધીમી આંચ પર ફ્રાય કરો, જ્યાં સુધી તે સોનેરી અને ક્રિસ્પી ન થાય.
ટોસ્ટને એક પ્લેટમાં કાઢી, ઉપર લીલી કોથમીર ઉમેરો અને ટોમેટો કેચપ અથવા લીલી ચટણી સાથે ગરમા-ગરમ સર્વ કરો.