નવરાત્ર પ્રારંભ થઈ ગયાં છે . આવો જાણીએ કન્યા પૂજન પર દરરોજ શું -શું ભેટ આપવી જોઈએ .
કન્યા પૂજનમાં ત્રણથી લઈને નવ વર્ષની કન્યાઓનું જ પૂજન કરવુ જોઈએ. આનાથી વધુ કે ઓછી વયની કન્યાઓની પૂજા કરવી વર્જિત છે. તમારી સગવડ મુજબ નવ દિવસ સુધી અથવા નવરાત્રિના અંતિમ દિવસે કન્યાઓને ભોજન માટે આમંત્રિત કરો. કન્યાઓને આસન પર એક પંક્તિમાં બેસાડો. ૐ કુમાર્યે નમ: મંત્ર દ્વારા કન્યાઓનુ વિધિવિધાન પૂર્વક પૂજન કરો. ત્યારબાદ તેમની રૂચિ મુજબનું ભોજન કરાવો.