કલકત્તામાં દુગા પંડાલ(મંડપ) થીમમાં પર્યાવરણથી આરોગ્ય સુધીનો સમાવેશ, જેમા 10 ટન ચાંદીથી બનેલો 40 કરોડનો રથ પણ

સોમવાર, 15 ઑક્ટોબર 2018 (15:48 IST)
કલકત્તાની નવરાત્રિ દુનિયામાં મશહૂર છે. અહી નવ દિવસ આ શહેર ક્યારેય સુતુ નથી. આ શહેરમાં સાઢા ચાર હજાર નાના-મોટા દુર્ગા પંડાલ બનાવવામાં આવે છે. ખાસ વાત એ છે કે આ પંડાલ દ્વારા દેશ-દુનિયામાં રહેલા પરિદ્રશ્ય અને સમસ્યાઓને બતાવવાની કોશિશ કરવામાં આવી છે. દરેક પંડાલની પોતાની અલગ ખૂબી અને સ્ટોરી છે. જેના ઐતિહાસિક ઘરોહરનો સમાવેશ કરાયો છે.. આ વખતે કલકત્તાના મોટાભાગના પંડાલમા રાજસ્થાનની ઝલક જોવા મળી રહી છે.  મતલબ શ્રીભૂમિ સ્પોર્ટિંગ ક્લબની થીમ પદ્માવત મહલ, ચેતલા ક્લબમાં શીશ મહલ અને બાવડિયા, મોહમ્મદ અલી પાર્કમાં ચિત્તોડનો કિલ્લો, સંતોષ મિત્ર સ્કવાયરમાં રાજસ્થાની આર્ટ વગેરે દ્વારા ઐતિહાસિક અતીતને બતાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.  આ ઉપરાંત સામાજીક થીમ પર પણ પંડાલ બનાવાયા છે. આ પંડાલ 40 હજારથી 40 કરોડ રૂપિયા સુધીના રોકાણથી 
બન્યા છે.  આ પંડાલને જોવા માટે દેશ દુનિયામાં લોકો ઉમટી રહ્યા છે. હોટલમાં રહેવા માટે જગ્યા નથી. ટેક્સીના રેટ બે થી ત્રણ ગણા વધી ગયા છે. આવો જોઈએ અહીના  પંડલાની મુખ્ય વિશેષતા.. 
 
ધરોહર - ટેરાકોટા આર્ટની ઝલક ... માટીનુ પંડાલ 
 
બાબૂ બગાનમાં ટેરાકોટા આર્ટથી પંડાલ બનાવાયો છે. મતલબ મંડપ બનાવવા ફક્ત માટીનો જ ઉપયોગ કરવામાં આવ્યો છે.   કમેટિના સરોજ ભૌમિકનુ કહેવુ છેકે તેને બનાવવામાં 30 આર્ટિસ્ટોને 6 મહિના જેટલો સમય લાગ્યો છે. બંગાળના જે મ્યુઝિકલ સ્ટ્રુમેંટ ખતમ થઈ રહ્યા છે. નવી પેઢી આ વાદ્યયંત્ર વિશે જાણે તેથી આ પંડાલમાં આ પ્રકરના 10 વાદ્યયંત્ર પણ બનાવ્યા છે.  મા દુર્ગાની જે પ્રતિમા છે તે પણ ટેરાકોટા આર્ટથી જ બની છે. નવરાત્રી સમાપન પછી આ બધાને મ્યુઝિમમાં મુકવામાં આવશે. 
જીવન ચક્ર - મા દુર્ગાના જન્મથી લઈને વિસર્જન સુધીની સ્ટોરી 
 
કલકત્તાના ચેતલા કલબે વિસર્જન થીમ પર કાંચનુ પંડાલ બનાવ્યુ છે. નામ છે શીશ મહલ. તેમા મા દુર્ગાને મુકવામાં આવ્યા છે. આ કાંચનો મહેલ જોવા જેવો છે. મોટી સંખ્યામાં તેને
જોવા લોકો આવી રહ્યા છે. તેમા ઝૂમર અને અનેક પ્રકારની લાઈટ પણ લગાવાઈ છે.  આને બનાવવા 250 કલાકારો 4 મહિનાથી મહેનત કરી રહ્યા હતા. આ પંડલમાં મા ના જન્મથી લઈને વિસર્જન સુધીની સ્ટોરી બતાવી છે. આને બનાવવામાં 65 લાખનુ રોકાણ કરવામાં આવ્યુ છે. 
પર્યાવરણ - પ્લાસ્ટિકથી સમૃદ્રી જીવનને ખતરો 
 
કલકત્તાના લાલ બગીચામં પર્યાવરણના થીમ પર પંડાલ બનાવાયો છે. તેમા પ્લાસ્ટ ઇકના ખતરાને ધ્યાનમાં રાખવામાં આવ્યુ છે. તેમા પ્રવેશ કરતા જ માછલી અને વેસ્ટ પ્લા સ્ટિકના ગ્લાસ દેખાય છે.  સમુદ્રી જીવનને બરબાદ કરીને તેનાપરિસ્થિતિક તંત્ર પણ બગડી રહ્યુ છે.  આવી પરિસ્થિમાં પ્લાસ્ટિકનો ઉપયોગ રોકવાના સંદેશ આપવા આ પંડાલ બનાવ્યુ છે. આને બનાવવામાં 15 લાખ રૂપિયાનો ખર્ચ થયો છે. 
આરોગ્ય હળદરનો મંડપ - આ શુભ અને આરોગ્ય માટે સારી 
 
 
 લેક પલ્લીમાં હળદરથી મંડપ સઝાવવામાં 15 ટન આખી હળદરનો ઉપયોગ કરવામાં આવ્યો 15 લાખ રૂપિયા ખર્ચ થ્યા.  હળદરનો ઉપયોગ દરેક શુભ કામમાં થાય છે. આ આરોગ્યપ્રદ્દ પણ છે.  શાકભાજીમાં જેટલા પણ મસાલા નાખવામાં આવે પણ તેનો કલર એક ચપટી હળદરથી જ આવે છે.  મ આના નવ રૂપમાંથી એક રૂપ મા અન્નપૂર્ણાનુ પણ છે. રસોડામાં મા અન્નપૂર્ણાનો વાસ હોય છે અને દરેક મહિલામાં મા અન્નપૂર્ણા છે. તેથી મા અન્નપૂર્ણાના અવતારને બતાવાયુ છે.  

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર