World Food Day - જાણો કેમ ઉજવાય છે વિશ્વ ખોરાક દિવસ અને શુ છે તેનુ મહત્વ

સોમવાર, 16 ઑક્ટોબર 2023 (00:57 IST)
આપણે દરરોજ અનેક પ્રકારના ખાદ્ય પદાર્થનું સેવન કરીએ છીએ. ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરે છે કે ખોરાક પહેલા ઉત્પાદનથી લઇને પાક, પ્રક્રિયા, સંગ્રહ, વિતરણ, તૈયાર ખોરાક સુધીની ખાદ્ય પ્રક્રિયાનો દરેક તબક્કો સંપૂર્ણપણે સુરક્ષિત હોય. તેની જાગૃતકતા માટે ખાદ્ય સુરક્ષા દિવસનો તર્ક અને મહત્વ વધી જાય છે. 
 
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન અનુસાર, દૂષિત ખાદ્ય અથવા બેક્ટેરિયા યુક્ત ખાદ્યથી દર વર્ષે 10માંથી એક વ્યક્તિ બિમાર થાય છે. વિશ્વભરની વસતી અનુસાર જોવામાં આવે તો આ આંકડો 60 કરોડ પાર કરી ચુક્યો છે. વિશ્વભરમાં વિકસિત અને વિકાસશીલ દેશમાં દર વર્ષે ભોજન અને પાણીજન્ય બીમારીથી આશરે 30 લાખ લોકોની મોત થઇ જાય છે. 
 
ભોજન આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે. ઝડપથી વધતી ફૂડ ચેન અને બિઝનેસ સ્પર્ધા વચ્ચે ધોરણો અને નિયમોને સુરક્ષિ રાખવા વધારે મહત્ત્વપૂર્ણ છે. વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસનો તર્ક સુરકક્ષિત અને પૌષ્ટિક ભોજનનો ઉપયોગ કરીને જીવનને સ્વસ્થ બનાવી રાખવા માટે મહત્ત્વપૂર્ણ છે. 
 
ભારતમાં ખાદ્ય સુરક્ષા
 
રાજ્યો દ્વારા સુરક્ષિત ખાદ્ય ઉપલબ્ધ કરાવવાના પ્રયત્નોના સંદર્ભમાં ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઑથોરિટી ઓફ ઇન્ડિયા (FSSAI)એ રાજ્ય ખાદ્ય સુરક્ષા ઇન્ડેક્ષ (SFSI) વિકસિત કરવામાં આવ્યું છે. એફએસએસએઆઇ (FSSAI)એ ખાદ્ય કંપનીઓ અને વ્યક્તિઓના યોગદાનને ઓળખ આપવા માટે 'ઇટ રાઇટ એવોર્ડ'ની શરૂઆત કરવામાં આવી, જેના મારફતે નાગરિકોને સુરક્ષિત અને સ્વાસ્થ્ય ખાદ્ય વિકલ્પ પસંદ કરવા માટે સશક્ત બનાવી શકાય છે. 
 
ખાદ્ય સુરક્ષા પર સંયુક્ત રાષ્ટ્રના દિશાનિર્દેશ
 
- સરકારે તમામ લોકો માટે સુરક્ષિત અને પૌષ્ટિક ભોજન સુનિશ્ચિત કરવું જોઇએ. 
 
- કૃષિ અને ખાદ્ય ઉત્પાદનમાં સારી પ્રથાઓ અને ચલણ અપનાવવું જોઇએ. 
 
- વેપારી ખાતરી કરે કે ખાદ્ય પદાર્થ સુરક્ષિત અને ગુણવત્તાસભર હોય. 
 
- લોકોને સુરક્ષિત, સ્વસ્થ અને પૌષ્ટિક ભોજન પ્રાપ્ત કરવાનો અધિકાર છે. 
 
- આ વિશે સામાન્ય ગ્રાહકોને પણ યોગ્ય માહિતી આપવી જોઇએ. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર