કોણ છે શહજાદ પઠાણ ? જેણે 15 ઓગસ્ટ પર અમદાવાદમાં મોટી તિરંગા યાત્રા કાઢીને બનાવ્યુ દેશભક્તિનુ વાતાવરણ

સોમવાર, 18 ઑગસ્ટ 2025 (15:30 IST)
tiranga yatra
અમદાવાદમાં 15  ઓગસ્ટના રોજ, યુવા કોંગ્રેસ નેતા શહજાદ ખાન પઠાણે તિરંગા યાત્રાનું આયોજન કર્યું હતું. આ યાત્રામાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો. અમદાવાદની દાણીલીમડા બેઠકના ધારાસભ્ય અને વિધાનસભાના ડેપ્યુટી સ્પીકર શૈલેષ ભાઈ પરમાર પણ યાત્રામાં હાજર રહ્યા હતા. ઘણા સમય પછી, ગુજરાતના સૌથી મોટા શહેર અમદાવાદમાં કોંગ્રેસના કાર્યક્રમમાં આટલી મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. યાત્રામાં લોકો દેશભક્તિના ગીતો પર નાચતા હતા, ત્યારે મોટી કારમાં સવાર શહજાદ ખાન પઠાણે પણ લોકોના અભિવાદનનો સ્વીકાર કર્યો હતો. શહજાદ પઠાણ દાણીલીમડા વિસ્તારના અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કાઉન્સિલર છે. આ વર્ષના અંતમાં ગુજરાતમાં મ્યુનિસિપલ ચૂંટણીઓ યોજાવાની છે.
 
ચૂંટણી પહેલા કર્યુ શક્તિ પ્રદર્શન 
શહજાદ પઠાને 15 ઓગસ્ટ પર તિરંગા યાત્રા દ્વારા પોતાની તાકતનુ પ્રદર્શન કર્યુ. તેમણે એક તીરથી બે નિશાન સાધ્યા છે. બીજેપી આખા રાજ્યમાં 15 ઓગસ્ટ પહેલા તિરંગા યાત્રા કાઢી હતી.  જ્યારબાદ 14 ઓગસ્ટની રાત્રે  વિભાજન વિભિષિકા દિવસ નિમિત્તે મશાલ શોભાયાત્રા પણ કાઢવામાં આવી હતી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિરોધ પક્ષના નેતા શહઝાદ ખાન પઠાણે તિરંગા યાત્રા કાઢીને મોટો સંદેશ આપ્યો છે કે તેમની દેશભક્તિ કોઈથી ઓછી નથી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કુલ 192 બેઠકો છે. 2021ની ચૂંટણીમાં કોંગ્રેસે 25 બેઠકો જીતી હતી. ભાજપે 159 બેઠકો જીતી હતી. AIMIM એ 7  બેઠકો જીતી હતી. અન્યોએ 1 બેઠક જીતી હતી.
 
કોણ છે શહઝાદ પઠાણ ?
 
 
શહઝાદ ખાન પઠાણ (35) અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોંગ્રેસના વિપક્ષી નેતા છે. કોંગ્રેસે જાન્યુઆરી 2022 માં શાહજહાં પઠાણને એલઓપી બનાવ્યા હતા, જોકે તે સમયે ઘણો વિરોધ થયો હતો. વિરોધમાં 11 કોંગ્રેસના કાઉન્સિલરોએ પાર્ટીમાંથી રાજીનામું આપ્યું હતું. ત્યારબાદ આ બાબતને ખૂબ વેગ મળ્યો હતો. શહઝાદ પઠાણ સૌપ્રથમ ચર્ચામાં આવ્યા હતા. જ્યારે તેઓ સપ્ટેમ્બર 2021 માં અમદાવાદ ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM)ના વડા અસદુદ્દીન ઓવૈસીને મળ્યા હતા. આ અંગે પણ વિવાદ થયો હતો. બાદમાં પઠાણે સ્પષ્ટતા કરી હતી. તેમણે કહ્યું હતું કે તે માત્ર સૌજન્ય મુલાકાત હતી. કારણ કે ઓવૈસી અને તેમની ટીમ મારા ઘરે આવવા માંગતા હતા. તેથી મેં તેમને કહ્યું કે હું તેમને મળવા જઈશ. શહઝાદ ખાન પઠાણનો તેમના વિસ્તારમાં સારો પ્રભાવ છે. તેમણે લંડનથી MBA ની ડિગ્રી મેળવી છે. તેઓ યુથ કોંગ્રેસનું પ્રોડક્ટ છે. શહઝાદ 2021 માં ત્રીજી વખત કાઉન્સિલર બન્યા હતા.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર