વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન તરફથી મંજૂરી મળ્યા બાદ હવે જે લોકો કોવેક્સિન ક્સીન લગાવી ચૂક્યા છે તેઓ કોઈપણ પ્રતિબંધ વિના વિદેશ પ્રવાસ કરી શકશે. WHO દ્વારા અત્યાર સુધીમાં કોવેક્સિનને છોડીને અત્યાર સુધી 6 રસીઓ મંજૂર કરવામાં આવી છે. આમાં ફાઈઝર/બાયોએનટેક ની કોમિરનેટી, એસ્ટ્રાજેનેકાની કોવિશીલ્ડ, જોનસન એંડ જોનસનની વેક્સીન, મોર્ડનની એમઆરએનએ mRNA-1273, સીનોફાર્મની BBIBP-CorV અને સિનોવાકની કોરોનાવેકનો સમાવેશ થાય છે.