કચ્છ રણોત્સવનો આજથી થયો પ્રારંભ…ટેન્ટ સિટીમાં પ્રવાસીઓનું આગમન શરૂ…વિદ્યા બાલન રણોત્સવની લેશે મુલાકાત 1 નવેમ્બરથી કચ્છ રણોત્સવનો પ્રારંભ થઈ ચુકયું છે. ટણીની આચાર સંહિતાને કારણે સામાન્ય રીતે જ પ્રથમ પ્રવાસીઓને આવકારીને રણોત્સવ ખુલ્લો મુકાયો છે અને આગામી ૪ થી નવેમ્બરે પુનમના દિવસે બોલીવુડ અભિનેત્રી વિદ્યા બાલન કચ્છ રણોત્સવની મહેમાન બનશે.
સામાન્ય રીતે વાજતેગાજતે રણોત્સવની શરૂઆત થતી હોય છે જેનાથી કચ્છના ટુરીઝમની વિશ્વ લેવાતી હોય છે પણ આ વખતે ચુંટણી જાહેર થતા રણોત્સવનું ઓપનિંગ મોટાપાયે શરૂ થઈ શક્યુ નથી ત્યારે દેશ-વિદેશના લોકોની સફેદરણ પર નજર પડે અને ચાર માસ સુધી ચાલનારા આ ઉત્સવમાં જોડાય તે માટે બોલીવુડ અભિનેત્રી વિધા બાલનનો સહારો લેવાયો છે.જાણકારોના મતે રણોત્સવનો અલસી મિજાજ ડિસેમ્બરથી જ જોવા મળશે. વિદ્યા બાલન 4 થી નવેમ્બરે સફેદરણ આવી પહોંચશે. કચ્છની મહેમાનગતિ, ટેન્ટસિટીનોતથા સફેદરણનો નજારો માણવા સાથે તેણી કચ્છના પ્રવાસનને પ્રમોટ કરશે.