પડકારો અને EU સર્વસંમતિ
જોકે 88 દેશોએ ઘોષણાપત્ર પર હસ્તાક્ષર કર્યા છે, પરંતુ સૌથી મોટો પડકાર આ વચનોને જમીન પર લાગુ કરવાનો રહેશે, કારણ કે આ બધી પ્રતિબદ્ધતાઓ સ્વૈચ્છિક છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, EU એ શરૂઆતમાં ઘોષણાના કેટલાક ભાગો સામે વાંધો ઉઠાવ્યો હતો કારણ કે તે UN ચાર્ટર સાથે વિરોધાભાસી હતા. જો કે, ભારતને એક મહત્વપૂર્ણ વેપાર અને વૈશ્વિક ભાગીદાર તરીકે માન્યતા આપતા, EU આખરે તેના પર હસ્તાક્ષર કરવા સંમત થયું.