chhatrapati shivaji history : શ્રીમંત છત્રપતિ શિવાજી મહારાજનો ઈતિહાસ

બુધવાર, 27 માર્ચ 2024 (13:20 IST)
Chhatrapati Shivaji
જન્મ : 19 ફેબ્રુઆરી 1630
મૃત્યુ : 3 એપ્રિલ 1680
 
ભારતના વીર સપૂતોમાંથી એક શ્રીમંત છત્રપતિ શિવાજી મહારજ વિશે બધા લોકો જાણે છે. ઘણા લોકો તેમને હિન્દુ હ્રદય સમ્રાટ કહે છે તો કેટલાક લોકોએ તેમને મરાઠા ગૌરવ કહે છે. જ્યારે કે તેઓ ભારતીય ગણરાજ્યના મહાનાયક હતા.  છત્રપતિ શિવાજી મહારાજનો જન્મ 19 ફેબ્રુઆરી 1630માં મરાઠા પરિવારમાં થયો. કેટલાક લોકો 1627માં તેમનો જન્મ બતાવે છે. તેનુ આખુ નામ શિવાજી ભોંસલે હતુ. 
 
શિવાજી પિતા શાહજી અને માતા જીજાબાઈના પુત્ર હતા. તેમનો જન્મ સ્થાન પુણેની પાસે આવેલ શિવનેરીના દુર્ગ છે. આઝાદીના મહાન પુજારી અને બહાદુર શિવાજી મહારાજ દ્વારા રાષ્ટ્રને વિદેશી અને અત્યાચારી રાજ્યસત્તાથી મુક્ત કરાવવા અને સમગ્ર ભારતમાં સાર્વત્રિક સ્વતંત્ર શાસન સ્થાપિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તેવી જ રીતે, તેઓ અગ્રણી બહાદુર અને અમર સ્વાતંત્ર્ય સેનાની તરીકે સ્વીકારવામાં આવે છે. મહારાણા પ્રતાપની જેમ બહાદુર શિવાજી પણ રાષ્ટ્રવાદના જીવંત પ્રતીક અને મૂર્ત સ્વરૂપ હતા. ચાલો જાણીએ શ્રીમંત છત્રપતિ વીર શિવાજી વિશે.
 
મુસ્લિમ વિરોધી નહોતા શિવાજી - શિવાજી પર મુસ્લિમ વિરોધી હોવાનો દોષારોપણ કરવામાં આવતુ રહ્યુ છે. પણ આ સત્ય એટલા માટે નહી કે તેમની સેનામાં તો અનેક મુસ્લિમ નાયક અને સેનાની હતા. અનેક મુસ્લિમ સરદાર અને સૂબેદારો જેવા લોકો પણ હતા. હકીકતમાં શિવાજીનો બધો સંઘર્ષ એ કટ્ટરતા અને ઉદ્દ્દંડતાના વિરુદ્ધ હતો, જેને ઔરગઝેબ જેવા શાસકોએ તેમની છત્રછાયામાં રહેનારા લોકોએ પોતાની પાસે રાખ્યો હતો. 
 
1674 ના ઉનાળામાં, શિવાજી ખૂબ જ ઠાઠમાઠ સાથે સિંહાસન પર બેઠા અને સ્વતંત્ર સાર્વભૌમત્વનો પાયો નાખ્યો. તેમણે દલિત હિન્દુ લોકોને ભયમાંથી મુક્ત કર્યા. જોકે ખ્રિસ્તી અને મુસ્લિમ શાસકો બળનો ઉપયોગ કરીને અને વધારાના કર વસૂલ કરીને બહુમતી લોકો પર તેમના વિચારો થોપતા હતા, જ્યારે કે શિવાજીના શાસનમાં આ બંને સંપ્રદાયોના આરાધન સ્થળોની રક્ષા કરવા સાથે ધર્માંતરિત થઈ ચુકેલા મુસલમાનો અને ઈસાઈઓ માટે ભયમુક્ત વાતાવરણ પણ તૈયાર કર્યુ. શિઆજીએ પોતાના આઠ મંત્રીઓની પરિષદ દ્વારા તેમણે છ વર્ષ સુધી શાસન કર્યુ. તેમની વહીવટી સેવામાં ઘણા મુસ્લિમોનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો.
 
 ધાર્મિક સંસ્કારોનુ નિર્માણ - તેમનુ બાળપણ તેમની માતા જીજાઉના માર્ગદર્શનમાં વીત્યુ. માતા જીજાભાઈ ધાર્મિક સ્વભાવ વાળી હોવા છતા પણ ગુણ-સ્વભાવ અને વ્યવ્હારમાં વીરાંગના સ્ત્રી હતી. આ કારણે તેમને બાળક શિવાનુ પાલન-પોષણ રામાયણ, મહાભારત અને અન્ય ભારતીય વીરાત્માઓની ઉજ્જવળ સ્ટોરી સાંભળીને અને શિક્ષણ   આપીને કર્યુ હતુ. દાદા કોણદેવના સંરક્ષણમાં તેમને બધા પ્રકારના સામયિક યુદ્ધ વગેરે વિદ્યાઓમાં પણ નિપુણ બનાવવામાં આવ્યા હતા. ધર્મ, સંસ્કૃતિ અને રાજનીતીનુ પણ યોગ્ય પ્રશિક્ષણ અપાવ્યુ હતુ. એ યુગમાં પરમ સંત રામદેવના સંપર્કમાં આવવાથી શિવાજી પૂર્ણતયા રાષ્ટ્રપ્રેમ, કર્તવ્યપરાયણ અને કર્મઠ યોદ્ધા બની ગયા. 
 
બાળપણમાં રમતા-રમાતા શીખી લીધી કિલ્લો જીતવાની કળા - બાળપણમાં શિવાજી પોતાની વયના બાળકોને એકત્ર કરીને તેમના નેતા બનીને યુદ્ધ કરવા અને કિલ્લા જીતવાની રમત રમતા હતા.  યુવાવસ્થામાં આવતા જ તેમની રમત વાસ્તવિક કર્મ શત્રુ બનીનીને શત્રુઓ પર આક્રમણ કરી તેમના કિલ્લા વગેરે પણ જીતવા લાગ્યા.  જેવુ જ શિવાજીએ પુરંદર અને તોરણ જેવા કિલ્લા પર પોતાનો અધિકાર જમાવ્યો, એવુ જ તેમનુ નામ અને કર્મની બધા દક્ષિણમાં ધૂમ મચી ગઈ. આ સમાચાર આગની જેમ આગરા અને દિલ્હી સુધી ફેલાય ગઈ.  અત્યાચારી પ્રકારના તુર્ક, યવન અને તેમના સહાયક બધા શાસક તેમનુ નામ સાંભળીને જ  ભયને કારણે ચિંતિત થવા લાગ્યા હતા.  
 
પત્ની અને પુત્ર: છત્રપતિ શિવાજી મહારાજના લગ્ન 14 મે 1640ના રોજ પુણેના લાલ મહેલમાં સાઈબાઈ નિમ્બાલકર સાથે થયા હતા. તેમના પુત્રનું નામ સંભાજી હતું. સંભાજી (14 મે, 1657 - 11 માર્ચ, 1689) શિવાજીના સૌથી મોટા પુત્ર અને અનુગામી હતા, જેમણે 1680 થી 1689 ઈસ સુધી શાસન કર્યું હતું. શંભુજીમાં તેમના પિતાની મહેનત અને દ્રઢ નિશ્ચયનો અભાવ હતો. સંભાજીની પત્નીનું નામ યેસુબાઈ હતું. તેમના પુત્ર અને અનુગામી રાજારામ હતા.
 
બાળસાહિત્યકાર - સંભાજીને વિશ્વના પ્રથમ બાલસાહિત્યકાર માનવામાં આવે છે.  14 વર્ષની આયુ સુધી બુધભૂષણમ  (સંસ્કૃત), સંભાજી વિશ્વના પ્રથમ બાળ લેખક હતા જેમણે નાયિકાભેદ, સત્સાતક, નખશિખ (હિન્દી) વગેરે પુસ્તકો લખ્યા હતા. મરાઠી, હિન્દી, ફારસી, સંસ્કૃત, અંગ્રેજી, કન્નડ વગેરે ભાષાઓ પર તેમનું પ્રભુત્વ હતું. જે ઝડપે તેમણે પોતાની કલમ ચલાવી તે જ ઝડપે તેમણે તલવાર પણ ચલાવી. શિવાજીને ઘણી પત્નીઓ અને બે પુત્રો હતા, તેમના જીવનના છેલ્લા વર્ષો તેમણે મોટા પુત્રના ધર્મવિમુખતાને કારણે મુશ્કેલીઓમાં વિતાવ્યા હતા.
 
તેમનો આ પુત્ર એક વાર મુગલો સાથે પણ ભળી ગયો હતો અને તેને ખૂબ મુશ્કેલીથી પરત લાવવામાં આવ્યો હતો. ઘરેલુ ઝગડા અને પોતાના મંત્રીઓના પરસ્પર વૈમનસ્ય વચ્ચે સામ્રાજ્યની શત્રુઓથી રક્ષાની ચિંતાએ શિવાજીને ખૂબ જલ્દી મૃત્યુની નિકટ પહોચાડી દીધા. શિવાજીની 1680માં થોડો સમય બીમાર રહ્યા પછી પોતાની રાજધાની પહાડી દુર્ગ રાજગઢમાં 3 એપ્રિલના રોજ મૃત્યુ થઈ ગયુ. 
 
જ્યારે છળથી શિવાજીને મારવાનો બનાવ્યો પ્લાન : જ્યારે શિવાજીની વધતી શક્તિથી ગભરાયેલો બીજાપુરનો શાસક આદિલશાહ શિવાજીની ધરપકડ કરી શક્યો ન હતો ત્યારે તેણે શિવાજીના પિતા શાહજીની ધરપકડ કરી હતી. શિવાજીને જાણ થતાં ગુસ્સે થયા. રણનીતિ અને હિંમતની મદદથી તેમણે થોડા સમયમાં જ દરોડો પાડીને તેમના પિતાને આ જેલમાંથી મુક્ત કરાવ્યા.
 
પછી બીજાપુરના શાસકે પોતાના કપટી સેનાપતિ અફઝલખાનને શિવાજીને જીવતા કે મૃત પકડવાનો આદેશ આપ્યો. તેણે ભાઈચારા અને સમાધાનનું ખોટું નાટક રચીને શિવાજીને મારવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે પોતે જ સમજદાર શિવાજીના હાથમાં છુપાયેલી તલવારનો ભોગ બન્યો અને માર્યો ગયો. પોતાના સેનાપતિને મૃત જોઈને તેમની સેના ભાગી ગઈ.
 
મુગલોનો સામનો - શિવાજીની વધતી શક્તિથી ચિંતિત થઈને મુગલ બાદશાહ ઔરગઝબે દક્ષિણમાં નિયુક્ત પોતાના સૂબેદારને તેમના પર આક્રમણ કરવાનો આદેશ આપ્યો. પણ સુબેદારને ઉપરથી હારનો સામનો કરવો પડ્યો.  શિવાજી સાથેની લડાઈ દરમિયાન તેમણે પોતાનો ગુમાવ્યો અને ખુદ તેની આંગળીઓ કપાઈ ગઈ.  તેને મેદાન છોડીને ભાગવુ પડ્યુ.  આ ઘટના પછી ઔરગઝેબએ પોતાના સૌથી શક્તિશાળી અને પ્રભાવશાળી સેનાપતિ મિર્જા રાજા જયસિંહના નેતૃત્વમાં લગભગ 1,00,000 સૈનિકોની ફોર્જ મોકલી 
 
શિવાજીને હરાવવા માટે  રાજા જયસિંહે બીજાપુરના સુલતાન સાથે સંધિ કરી અને પુરંદરના કિલ્લાને કબજે કરવાની તેમની યોજનાના પ્રથમ તબક્કામાં 24 એપ્રિલ, 1665ના રોજ 'વ્રજગઢ' કિલ્લો કબજે કર્યો. શિવાજીના ખૂબ જ બહાદુર સેનાપતિ 'મુરાર જી બાજી' પુરંદરના કિલ્લાની રક્ષા કરતી વખતે માર્યા ગયા હતા. પુરંદરના કિલ્લાને બચાવવામાં અસમર્થ હોવાને કારણે, શિવાજીએ મહારાજા જયસિંહને સંધિની ઓફર કરી. બંને નેતાઓ સંધિની શરતો માટે સંમત થયા અને 'પુરંદરની સંધિ' 22 જૂન, 1665 ઈસ  ના રોજ પૂર્ણ થઈ.
 
શિવાજીના રાજ્યની સીમા : શિવાજીની પૂર્વ સીમા ઉત્તરમાં બગલનાને સ્પર્શી હતી અને ત્યારબાદ નાશિક અને પૂના જિલ્લાઓમાંથી પસાર થતી અનિશ્ચિત સીમા રેખા સાથે દક્ષિણ તરફ વિસ્તરી હતી, જેમાં સમગ્ર સતારા અને કોલ્હાપુર જિલ્લાના મોટા ભાગનો સમાવેશ થતો હતો. પશ્ચિમ કર્ણાટકના વિસ્તારો પાછળથી જોડાયા. સ્વરાજનો આ વિસ્તાર ત્રણ મુખ્ય ભાગોમાં વહેંચાયેલો હતો 
 
1. પુનાથી લઈને સલ્હર સુધીનો ક્ષેત્ર કોંકણનો ક્ષેત્ર, જેમ ઉત્તરી કોકણ પણ સામેલ હતુ. પેશવા મોરોપંત પિંગલેના નિયંત્રણમાં હતુ. 
 
2. ઉત્તરી કનારા સુધી દક્ષિણ કોકનનુ ક્ષેત્ર અન્નાજી દત્તોના હેઠળ હતુ.  
 
3.દક્ષિણ દેશના જિલ્લાઓ, જેમાં સતારાથી ધારવાડ અને કોફલ સુધીનો વિસ્તાર સામેલ હતો, તે દક્ષિણ પૂર્વીય ક્ષેત્ર હેઠળ આવતા હતા અને દત્તાજી પંતના નિયંત્રણ હેઠળ હતા. આ ત્રણેય પ્રાંતોને આગળ પરગણા અને તાલુકાઓમાં વિભાજિત કરવામાં આવ્યા હતા.  
 
શિવાજીની સેના: શિવાજીએ પોતાની એક કાયમી સેના બનાવી હતી. શિવાજીના મૃત્યુ સમયે, તેમની સેનામાં 30-40 હજાર નિયમિત અને કાયમી નિયુક્ત ઘોડેસવારો, એક લાખ પગપાળા અને 1260 હાથીઓ હતા. તેમની આર્ટિલરી વિશે ચોક્કસ માહિતી ઉપલબ્ધ નથી.
લાંબી બીમારીને કારણે 1680 માં બહાદુર છત્રપતિ શિવાજીએ દમ તોડ્યો અને તેમનું સામ્રાજ્ય તેમના પુત્ર સંભાજીએ સાચવી લીધુ.  ગૌ બ્રાહ્મણ રક્ષક, યવન-જાદુગર, પરિપક્વ પ્રતાપ પુરંધર, ક્ષત્રિય કુળ, રાજાધિરાજ, મહારાજ, યોગીરાજ, શ્રી શ્રી શ્રી છત્રપતિ શિવાજી મહારાજની જય ભવાની. જય શિવાજી.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર