સંથારા શુ છે, સાડા ત્રણ વર્ષની વિયાના માટે માતા-પિતાએ કેમ પસંદ કરી મોતની આ રીત
મંગળવાર, 6 મે 2025 (13:23 IST)
મઘ્યપ્રદેશના ઈન્દોરથી આવેલા એક સમાચારે સૌને ચોંકાવી દીધા છે. 3 વર્ષની બાળકી વિયાનાએ સંથારા લીધો અને પ્રાણ ત્યજી દીધા. તે બ્રેન ટ્યુમરથી પીડિત હતી. જૈન ધર્મની આ પરંપરાને અપનાવ્યા બાદ સવાલ ઉભા થઈ રહ્યા છે. સંથારા શુ છે ? શુ આ ધાર્મિક ક્રિયા છે કે કંઈક બીજુ ? આવો આને સરળ ભાષામાં સમજીએ.
વિયાનાને બ્રેન ટ્યુમરની થઈ જાણ
ઈન્દોરમાં એક દુખદ ઘટના બની. વિયાના નામની બાળકીને જાન્યુઆરી 2025 માં બ્રેન ટ્યુમર હોવાની જાણ થઈ ઈલાજ પછી થોડો આરામ મળ્યો. પણ માર્ચમાં હાલત બગડી ગઈ. પરિવારે ઈન્દોર અને મુંબઈમાં ઈલાજ કરાવ્યો પણ કોઈ આશા બની નહોતી.
સંથારાની આપી સલાહ
આવામા બાળકીના માતા પિતા તેને એક જૈન મુનિ પાસે લઈ ગયા. મુનિએ વિયાનાની હાલત જોઈને સંથારાની સલાહ આપી. પરિવારે પહેલાથી જ મુનિને માનતો હતો. તેણે પહેલા 107 સંથારાનુ સંચાલન કર્યુ હતુ. પરિવારની સહમતિ પછી આ પ્રક્રિયા શરૂ થઈ. અડધો કલાક પછી વિયાનાએ પોતાની આંખો હંમેશા માટે બંધ કરી લીધી.
જૈન ધર્મની પરંપરા છે સંથારા
સંથારા જૈન ધર્મની એક ખાસ પરંપરા છે. તેમા વ્યક્તિ પોતાના જીવનના અંતિમ સમયમા ખાવા પીવાનુ છોડી દે છે. આ નિર્ણય સમજી વિચારીને લેવામાં આવે છે. તેમા કોઈ દબાણ નથી હોતુ ન તો કોઈ નિરાશ થઈને આ પગલુ ઉઠાવે છે. વ્યક્તિ ખુદને શરીરથી અલગ માનીને દુનિયાથી ધીરે ધીરે દૂર થઈ જાય છે. આનો મકસદ મનને શાંતિ આપવી અને આત્માને મોક્ષ તરફ લઈ જવાનો છે.
સંથારાને લઈને ઉઠે છે સવાલ
મોટાભાગે આ સવાલ ઉભો થાય છે કે શુ સંથારા આત્મહત્યા છે ? જૈન ધર્મમાં તેને આત્મહત્યા નથી માનતુ. આત્મહત્યા ગુસ્સો, ભય કે દુખને કારણે થાય છે. બીજી બાજુ સંથારા શાંતિ અને સંયમથી થાય છે. તેમા વ્યક્તિ ન તો જીવનથી ભાગે છે અને ન તો કોઈ દર્દથી ગભરાય છે. તે પોતાના જીવનના અંતિમ સમયને ધ્યાન, વિચાર અને શાંતિથી વિતાવવા માંગે છે.
જો કે સંથારા દરેક કોઈ માટે નથી. તેને લેવા માટે વ્યક્તિને માનસિક રૂપથી મજબૂત અને આધ્યાત્મિક રૂપથી જાગૃત હોવુ જરૂરી છે. સામાન્ય રૂપે વડીલ કે લાંબા સમયથી બીમાર લોકો જ તેને અપનાવે છે. બાળકો કે કમજોર લોકો આ પરંપરા નથી અપનાવતા. પણ વિયાનાનો મામલો જુદો હતો. આ પરિવાર અને મુનિના ધાર્મિક વિશ્વાસ સાથે જોડાયેલુ હતુ.
સંથારાને લઈને જુદા જુદા વિચાર
આ ઘટના પછી અનેક લોકોના મનમાં સવાલ ઉઠી રહ્યો છે. સંથારાને લઈને જુદા જુદા વિચાર છે. કેટલાક લોકો તેને ધાર્મિક સ્વતંત્રતા માને છે. તો કેટલાક લોકો તેને આત્મહત્યા માને છે. તેના પર ચર્ચા ચાલુ છે.
બીજી બાજુ વિયાનાની સ્ટોરી દુખદ છે. પણ અમે જીવનના મહત્વ અને મૃત્યુની હકીકત વિશે વિચારવાની તક આપે છે. અમે આ પણ યાદ રાખવુ જોઈએ કે દરેક વ્યક્તિને પોતાની આસ્થા અને વિશ્વાસ મુજબ જીવવાનો અધિકાર છે.