વક્ફ (સુધારા બિલ) બિલ પર વિચાર કરનારી જેપીસીની રિપોર્ટ ગુરૂવારે લોકસભા અને રાજ્યસભામાં મુકવામાં આવી. આ સમય દરમિયાન, વિપક્ષી સભ્યોએ ભારે હોબાળો મચાવ્યો. જેપીસીના અધ્યક્ષ જગદંબિકા પાલે લોકસભામાં રિપોર્ટ રજૂ કર્યો. તે જ સમયે, વિરોધ પક્ષોનો આરોપ છે કે તેમની અસંમતિને રિપોર્ટમાં સામેલ કરવામાં આવી નથી. આ ઉપરાંત AIMIMના પ્રમુખ અને સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ પણ આ રિપોર્ટનો વિરોધ કર્યો છે અને તેને ગેરબંધારણીય ગણાવ્યો છે.
શુ બોલ્યા ઔવેસી
AIMIM પાર્ટી પ્રમુખ અને સાંસદ અસરુદ્દીન ઓવૈસીએ કહ્યુ, "વકફ સુધારા બિલ ગેરબંધારણીય છે. આ બિલ વકફને બચાવવા માટે નહીં પરંતુ મુસ્લિમો પાસેથી વકફ છીનવી લેવા માટે લાવવામાં આવી રહ્યું છે, તે વકફને નષ્ટ કરવા માટે લાવવામાં આવી રહ્યું છે. અમે તેની ટીકા કરીએ છીએ." ઓવૈસીએ વધુમાં કહ્યું કે આ બિલ બંધારણના અનુચ્છેદ 14, 15 અને 29 નું ઉલ્લંઘન કરે છે. અમે આ બિલની નિંદા કરીએ છીએ.
ડિમ્પલ યાદવ અને આદેશ પ્રસાદે પણ વાત કરી
સમાજવાદી પાર્ટીના સાંસદ અવધેશ પ્રસાદે વક્ફ સુધારા બિલ પર JPC રિપોર્ટના સંદર્ભમાં કહ્યું - "બિલ અંગેના અમારા સૂચનને સંપૂર્ણપણે અવગણવામાં આવ્યું છે... આજે દેશ ખેડૂતો અને રોજગારની સમસ્યાનો સામનો કરી રહ્યો છે... આ પ્રકારનું બિલ આના પરથી ધ્યાન હટાવવા માટે લાવવામાં આવ્યું છે. આ બજેટમાં આપણા ખેડૂતો માટે કંઈ નથી... આ બિલ એટલા માટે લાવવામાં આવ્યું છે કે આ બજેટની ચર્ચા ન થાય... અમે ફક્ત આ બિલનો વિરોધ જ નથી કર્યો પણ તેનો બહિષ્કાર પણ કર્યો છે."
સપા સાંસદ ડિમ્પલ યાદવે કહ્યું, "જે રીતે વિપક્ષી સભ્યો દ્વારા આપવામાં આવેલી અસંમતિ નોંધને વકફ સુધારા બિલમાં સામેલ કરવામાં આવી ન હતી... સરકાર મનસ્વી રીતે આ બિલ લાવી રહી છે. તેઓ ધ્યાન ભટકાવવા માટે સત્રના છેલ્લા દિવસે બિલ લાવ્યા છે."