Varanasi News: મહિલા હોસ્પિટલમાં ડિલીવરી દરમિયાન ગર્ભસ્થ શિશુને બ્લેડ વાગવાથી મોત, થઈ ગઈ બૂમાબૂમ

શનિવાર, 12 જુલાઈ 2025 (12:09 IST)
વારાણસીના કબીરચૌરા મહિલા ચિકિત્સાલયમાં પ્રસવ દરમિયાન નવજાત શિશુનુ મોત થઈ ગયુ. પરિજનોએ હોસ્પિટલ પર બેદરકારીનો આરોપ લગાવતા તપાસની માંગ કરી છે. તેમનુ કહેવુ છે કે મફત સારવારના નામ પર પૈસા લેવામાં આવ્યા અને ખોટી સારવાર કરવામાં આવી. ડોક્ટરોનુ કહેવુ છે કે બાળકનુ ગર્ભમાં જ મોત થઈ ગયુ હતુ. પોલીસ મામલાની તપાસ કરી રહી છે.   
 
મહિલા ચિકિત્સાલય કબીરચૌરામાં શુક્રવારે સાંજે દુખદ ઘટના સામે આવી. ચંદ્રોલીના બહાદુરપુર પડાવની શબનમ ડિલીવરી માટે હોસ્પિટલમાં દાખલ થઈ. સાંજે 7.40 મિનિટ પર સિજેરિયન દ્વારા ડિલીવરી થઈ. 
 
બે કલાક બાદ પરિજનોને બતાવવામાં આવ્યુ કે બાળક મૃત જન્મ્યો છે જેના પર શબનમ અને તેના પતિએ આરોપ લગાવ્યો કે ઓપરેશન દરમિયાન બાળકના માથા પર બ્લેડ વાગી ગઈ જેનાથી તેનુ મોત થઈ ગયુ.  પરિજનોએ હોસ્પિટલના ડોક્ટર અને સ્ટાફ પર બેદરકારીનો આરોપ લગાવ્યો.  
 
તેમનો દાવો છે કે અયોગ્ય ડોક્ટરની સારવારને કારણે આવુ થયુ. ડોક્ટર અને સ્વાસ્થ્ય કર્મચારીઓ વિરુદ્ધ તપાસની માંગ કરી. પ્રસુતા શબનમે એ પણ આરોપ લગાવ્યો કે તેને સારી રીતે એનેસ્થીસિયા પણ નહોતો આપવામાં આવ્યો. તેને ઓપરેશનમાં અસહનીય દુ:ખાવો થયો. 
 
પરિવારના લોકોએ એ પણ કહ્યુ કે ભરતીના નામ પર પાંચ હજાર રૂપિયા લીધા અને દર્દીને બીએચયૂ રેફર કરવાનુ દબાણ બનાવી રહ્યા હતા. ડો. અનુરીતા સચાને જણાવ્યુ કે બાળકનુ ગર્ભમાં જ મોત થઈ ગયુ  હતુ. સાંજે 4.30 વાગે તેની ધડકન સંભળાય રહી નહોતી.  
 
અલ્ટ્રાસાઉંડમાં જાણ થઈ કે ઘડકન કમજોર છે અને ઓપરેશનની સલાહ આપવામાં આવી હતી. ડોક્ટરોએ ચેતાવણી આપી હતી કે નવજાતની સ્થિતિ ગંભીર છે. તે જીવીતિ પણ હોત તો કોઈ કામનો ન હોત. ઓપરેશનમાં સામેલ સ્ટાફમાં એનેસ્થેટિસ્ટ ડો. ઉમેશ, સ્ટાફ નર્સ પ્રતિમા અને સુનિતા અને વોર્ડ બોય પમ્મી સામેલ હતા.   
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર