11 જુલાઈ 2006 ના રોજ શું થયું હતું?
આ વિસ્ફોટો 11 જુલાઈના રોજ સાંજે 6:20 વાગ્યા પછી શરૂ થયા હતા. ચર્ચગેટથી બોરીવલી જતી ટ્રેનમાં ખાર અને સાંતાક્રુઝ વચ્ચે પહેલો વિસ્ફોટ થયો હતો. આ પછી, 10 મિનિટની અંદર, બાંદ્રા, જોગેશ્વરી જંકશન, મીરા રોડ, માટુંગા અને બોરીવલી સ્ટેશન નજીક વધુ ૬ વિસ્ફોટ થયા. ભારતમાં ટ્રેનમાં શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટ થયાનો આ પહેલો પ્રસંગ હતો.