ઉત્તરાખંડમાં એકવાર ફરીથી એક ભેખડ ઢસડી પડી. જ્યારબાદ પત્થરોનો વરસાદ થવા માંડ્યો. આ દુર્ઘટના પિથૌરાગઢના ભારત-ચીન સીમા પાસે થઈ. આ તવાઘાટ-લિપુલેખ રાષ્ટ્રીય રાજમાર્ગ પર ગરબાધારમાં ભયંકર ભૂસ્ખલન થઈ ગયુ. ભૂસ્ખલન થવાથી ભેખડ નીચે સરકી ગઈ અને પત્થરોનો વરસાદ થવા માંડ્યો. જેનાથી ધૂળના ગોટેગોટા ઉડવા લાગ્યા અને ચારે બાજુ અંધારુ છવાઈ ગયુ. બીજી બાજુ ભેખડ ઢસડી પડવાથી શ્રમિકો અને ત્યા હાજર કર્મચારીઓ વચ્ચે અફરાતફરી મચી ગઈ. બધા લોકો સુરક્ષિત સ્થાન તરફ ભાગ્યા. જો કે આ ઘટનામાં કોઈને જાનહાનિ થવાના સમાચાર નથી.