ઉત્તર પ્રદેશના ગોંડામાં એક દુઃખદ અકસ્માત થયો છે. આ અકસ્માતમાં ૧૧ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે. પરિવાર બોલેરોમાં દર્શન કરવા જઈ રહ્યો હતો, પરંતુ કાર કાબુ ગુમાવીને નહેરમાં પડી ગઈ અને ૧૧ લોકોએ જીવ ગુમાવ્યા. આ અકસ્માતમાં ગ્રામજનોએ ૪ લોકોના જીવ બચાવ્યા છે. આ ઘટનામાં બચી ગયેલી એક છોકરીનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
બચી ગયેલી છોકરીએ શું કહ્યું?
બચી ગયેલી છોકરીએ રડતા રડતા ઘટના વિશે જણાવ્યું કે "અમે દર્શન કરવા જઈ રહ્યા હતા, પરંતુ અચાનક અમને ખબર ન પડી અને કાર કેનાલમાં પડી ગઈ." આસપાસના લોકોએ છોકરીને શાંત પાડી અને સાંત્વના આપી. થોડીવારમાં વહીવટીતંત્રના લોકો ઘટનાસ્થળે પહોંચી ગયા અને આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી.
એવું કહેવામાં આવી રહ્યું છે કે કારની ગતિ વધુ હોવાથી અને વરસાદને કારણે આ અકસ્માત થયો હતો. કાર કાબૂ બહાર ગઈ અને નહેરમાં પડી ગઈ. આ પછી ઘણી ચીસો પડી. સ્થાનિક લોકોએ કારમાં ફસાયેલા લોકોને બહાર કાઢવાનો પ્રયાસ શરૂ કર્યો. નહેરમાં ઘણું પાણી હતું, તેથી ફક્ત ચાર લોકોને બચાવી શકાયા અને 11 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા.