અનંતકુમાર અસાધારણ નેતા - કેન્દ્રીય મંત્રીના નિધન પર નેતાઓએ આપી શ્રદ્ધાંજલિ, રાષ્ટ્રપતિએ કહ્યુ નેતાના રૂપમાં મોટી ક્ષતિ

સોમવાર, 12 નવેમ્બર 2018 (09:32 IST)
કેન્દ્રિય મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા અનંત કુમારનું 59 વર્ષની વયે નિધન થઈ ગયુ છે. મોડી રાત્રે નિધન થયું હતું. તે કેન્સરથી પીડિત હતા અને તેમણે બેગલુરુ સ્થિત પોતાના ઘરમાં અંતિમ શ્વાસ લીધા હતા. 59 વર્ષીય કુમાર મોદી સરકારમાં સંસદીય કાર્યમંત્રી હતા. તે કર્ણાટકમાં બેંગલુરુ સાઉથથી સતત છ વખત સાંસદ રહ્યા છે. તેમણે લંડન અને ન્યૂયોર્કમાં સારવાર કરાવી હતી
 
અનંત કુમારના મૃતદેહને બેગલુરૂમાં સવારે 9 કલાકે નેશનલ કોલેજ ગ્રાઉન્ડ પર રાખવામાં આવશે. જ્યાં તેમને શ્રદ્ધાંજલિ અર્પિત કરવામાં આવશે. તેમના નિધન પર કેન્દ્રીય ગૃહ મંત્રાલયે પૂરા દેશમાં રાષ્ટ્રધ્વજને અર્ધી કાઠીએ જુકાવવામાં આવશે. રાષ્ટ્રીય શોક મનાવવામાં આવશે. અનંત કુમારના નિધન પર શોક વ્યક્ત કરતા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કહ્યુ કે અનંત કુમારનું નિધન દેશના સાર્વજનિક જીવનમાં બહુ મોટી ક્ષતિ સમાન છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર