જમ્મુ કાશ્મીરના પૂંછ જિલ્લામાં આંતકવાદીઓએ નાપાક હરકત કરી છે. પૂંછના નાઢ ખાસના ગાઢ જંગલોમાં છુપાયેલા આંતકવાદીઓએ ફરીથી એક વખત સુરક્ષાદળોને પોતાના નિશાન બનાવ્યા છે. સર્ચ ઓપરેશનમાં સામેલ સેનાના જવાનો પર અચાનક ગોળીબાર કરતા આંતકવાદીઓએ જુનિયર કમીશન અધિકારી(JCO) સહિત બે જવાનોને પર ફાયર કરતા તેઓ શહીદ થયા છે. સેનાના પ્રવક્તા અનુસાર ઘાયલ જવાનોને અથડામણથી કાઢીને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા છે, પરંતુ સારવાર દરમ્યાન જ સૈનિકોએ દમ તોડી દીધો હતો.
મહત્વનું છે કે સોમવારે રાજૌરી સેક્ટરના પીચ પંજાલ રેન્જમાં આતંકીઓ સામે લડતા સેનાના પાંચ જવાન શહીદ થઈ ગયા હતા. શહીદોમાંથી એક જૂનિયક કમીશંડ ઓફિસર અને ચાર સૈનિક સામેલ હતા. ઘટનાને લઈને રક્ષા વિભાગના પ્રવક્તાએ જણાવ્યુ હતુ કે ઘાત લગાવીને બેઠેકા આતંકીઓએ સુરક્ષાદળો પર ફાયરિંગ કરી દીધુ ત્યારબાદ પાંચ જવાન ઈજાગ્રસ્ત થઈ ગયા હતા. ઈજાગ્રસ્ત જવાનોને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા પરંતુ બચાવી શક્યા નહીં.