ભારતનો ખોટો નકશો બતાવવા બદલ Twitter ઈંડિયાના MD પર નોંધયો કેસ, જમ્મુ-કશ્મીર અને લદ્દાખને જુદો દેશ બતાવ્યો

મંગળવાર, 29 જૂન 2021 (08:26 IST)
જમ્મુ-કાશ્મીર અને લદ્દાખને ભારતથી જુદો બતાવવાને લઈને ઉત્તરપ્રદેશના બુલંદશહેરમાં બજરંગદળના એક નેતાની ફરિયાદ પર ટ્વિટર ઈંડિયાના મેનેજિંગ ડાયરેક્ટર મનીષ માહેશ્વરી પર કેસ નોંધવામાં આવ્યો છે. મીડિયા સમાચાર મુજબ ટ્વિટર ઈંડિયાના મેનેજિંગ ડાયરેક્ટર મનીષ માહેશ્વરી પર આઈપીસીની ધારા 505 (2) અને આઈટી (સંશોધન) અધિનિયમ 2008ની ધારા 74 ના હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. 
 
નવી સોશિયલ મીડિયા નિયમોને લઈને ડિઝિટલ ક્ષેત્રની દિગ્ગજ અમેરિકી કંપનીનો ભારત સરકાર સાથે વિવાદ ચાલી રહ્યો છે. ભારત સરકારે દેશના નવા આઈટી નિયમોનુ જાણીજોઈને ઉલ્લંઘન અને અનેકવાર કહેવા છતા નિયમોનુ પાલન કરવામાં નિષ્ફળતાને લઈને તેની આલોચના કરી છે. ટ્વિટરની આ હરકત બાદ સરકારે કડક વલણ અપનાવ્યુ હતુ અને કાર્યવાહી માટે તથ્ય એકત્ર કરવાનો આદેશ આપ્યો હતો. જો કે ભારે દબાણ વચ્ચે ટ્વિટરે ખોટો નકશો હટાવવો પડ્યો. 
 
કેરિયર સેક્શનમાં દેખાઈ ગડબડ - ટ્વિટર વેબસાઈટ પર કેરિયર સેક્શનમાં ટ્વીપ લાઈફ હૈડિંગ હેઠળ આ સ્પષ્ટ ગડબડ જોવા મળી હતી. તેને લઈને દેશવાસીઓએ ખૂબ વિરોધ બતાવ્યો અને માઈક્રોબ્લોગિંગ મંચ વિરુદ્ધ સખત પગલા લેવાની માંગ કરી. આવુ પહેલીવાર નથી જ્યારે ટ્વિટરે ભારતનો નકશો ખોટી રીતે રજૂ કર્યો છે. આ પહેલા પણ તેણે લેહને ચીનનો ભાગ બતાવ્યો હતો. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર