આગરા કૈંટ રેલવે સ્ટેશન પાસે બે બ્લાસ્ટ, નિશાના પર છે તાજમહેલ !

શનિવાર, 18 માર્ચ 2017 (11:30 IST)
આગરા કૈંટ રેલવે સ્ટેશન પાસે બે બ્લાસ્ટ થયા છે. પ્રથમ આગરા કૈંટ રેલવે સ્ટેશન પાસે આઉટર અને બીજો નિકટના જ મકાનની છત પર થયો છે. જો કે અત્યાર સુધી કોઈપણ પ્રકારનુ નુકશાન થવાના સમાચાર નથી. 
 
બ્લાસ્ટ પછી રેલવે અને પોલીસના અધિકારી ઘટનાસ્થળ પર પહોંચ્યા. આ દરમિયાન 24 કલાકમાં આગરામાં બીજીવાર હુમલાની ધમકી મળી છે. મળતી માહિતી મુજબ એવી આશંકા વ્યક્ત કરાઈ રહી છે કે પ્લમ્બરના ઘરમાં બોમ્બ બનાવવામાં આવ્યો. સમગ્ર વિસ્તારને હાલ કોર્ડન કરી લેવાયો છે. ફોરેન્સિક એક્સપર્ટ તપાસ માટે ઘટનાસ્થળે પહોંચી ગયા છે. આ એક ઓછી તીવ્રતાવાળો ડિવાઈસ કંટ્રોલ બોમ્બ ગણાઈ રહ્યો છે. જો કે સાચી માહિતી તપાસ બાદ જ સામે આવી શકશે. હાલ તો વિસ્તારમાં અફરાતફરી અને દહેશતનો માહોલ છે. સોશિયલ મીડિયા પછી તાજમહેલ ઉડાવવાની ચેતાવની પછી હવે રેલવે ટ્રેક પર ધમકી ભરેલી ચિઠ્ઠી મળી છે. 
 
નિશાના પર તાજમહેલ 
 
ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલા દિવસોથી સમાચાર આવ્યા હતા કે વિશ્વના 7 અજૂબામાંથી કે તાજ મહેલ હવે આતંકી સંગઠન આઈએસઆઈના નિશાના પર છે.  ગુપ્ત સૂત્રોના હવાલાથી જાણવા મળ્યુ છે કે આઈએસ સમર્થિત અહવાલ ઉમ્મત મીડિયા સેંટરે એક ગ્રાફિક્સ રજુ કર્યુ છે. જેમા ભારત પર હુમલા સાથે જ તાજ મહેલને પણ તેનુ ટારગેટ પર દર્શાવવામાં આવ્યુ છે.  ગુપ્ત માહિતી મળ્યા પછી તાજ મહેલની સુરક્ષા વધારી દેવામાં આવી છે. 
 
આ ગ્રાફિક ઉત્તર પ્રદેશમાં સુરક્ષા દળોએ એક એન્કાઉન્ટરમાં સૈફુલ્લા નામના એક શંકાસ્પદ ત્રાસવાદીને ઠાર માર્યાના અને બીજાં છ જણની ધરપકડ કરાયાના એક અઠવાડિયા બાદ રિલીઝ કરવામાં આવ્યું છે. એવું કહેવાય છે કે સૈફુલ્લા આઈએસઆઈએસનો ત્રાસવાદી હતો. સંગઠને ઓનલાઈન માધ્યમ દ્વારા એને ભારત વિરુદ્ધ ઉશ્કેર્યો હતો. એણે જ ભોપાલમાં એક ટ્રેન પર હુમલો કર્યો હતો.
 
તે ગ્રાફિકમાં એવું બતાવાયું છે કે માથા પર કાળા રંગનું હેડગીયર પહેરેલો અને હાથમાં એસોલ્ટ રાઈફલ સાથે ISISનો એક ત્રાસવાદી તાજમહેલની નજીક ઊભો છે. તાજમહેલની એક જ ઈમેજમાં ત્રણ ઈન્સેટ તસવીર પણ બતાવાઈ છે જેમાં નીચેના ભાગમાં ‘નવો ટાર્ગેટ’ શબ્દો લખેલા દેખાય છે. તાજમહેલ દેશી તથા વિદેશી પર્યટકોમાં અતિ લોકપ્રિય સ્થળ છે. ત્યાંની આંતરિક સુરક્ષા વ્યવસ્થાની જવાબદારી કેન્દ્રીય અર્ધલશ્કરી દળ સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રિયલ સિક્યૂરિટી ફોર્સની છે.

વેબદુનિયા પર વાંચો