Video: તેજ ગતિથી આવતી ટ્રેન જોઈને પાટા પર સૂઈ ગયો યુવક, ઈમરજેંસી બ્રેક લગાવીને ડ્રાઈવરે બચાવ્યો જીવ

મંગળવાર, 4 જાન્યુઆરી 2022 (01:10 IST)
Mumbai News : મુંબઈના શિવડી રેલવે સ્ટેશન પર લાગેલા CCTV કેમેરામાં એક ચોંકાવનારી ઘટના કેદ થઈ છે. એક એવી ઘટના જે દરેક વ્યક્તિ થોડીવાર માટે શ્વાસ રોકી લેશે અને વીડિયો જોતા રહી જશે. જણાવી દઈએ કે આ વીડિયો રેલ મંત્રાલય દ્વારા સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો છે. જે આજકાલ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા પર શેર કરાયેલા એક વીડિયોમાં જોઈ શકાય છે કે એક વ્યક્તિ ઝડપથી દોડતી લોકલ ટ્રેનની સામે પોતાનો જીવ આપવા માટે રેલવે ટ્રેક પર સૂઈ રહ્યો છે, પરંતુ લોકલ ટ્રેનના મોટરમેનની સતર્કતા અને સમજદારીથી તે બચી ગયો. મોટરમેન દ્વારા થોડાક મીટર પહેલા જ ટ્રેન રોકીને તેનો જીવ બચાવ્યો. આ વીડિયો હવે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જે પણ આ વીડિયો જોઈ રહ્યા છે તેઓ મોટરમેનના કામના વખાણ કરી રહ્યા છે. આ સાથે રેલવે દ્વારા મોટરમેનનું સન્માન કરવાનું પણ કહેવામાં આવી રહ્યું છે.

 
જે વીડિયો રેલવે મંત્રાલય દ્વારા સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો છે. તે વિડિયો સંપૂર્ણ રીતે વાયરલ થયો છે. જણાવી દઈએ કે રેલ્વે મંત્રાલયે શનિવારે સવારે 11.45 વાગ્યે સોશિયલ મીડિયા પર આ વાત શેર કરી હતી. આ વીડિયોની શરૂઆતમાં એક વ્યક્તિ રેલવે ટ્રેક પર બેદરકારીથી ચાલતો જોવા મળે છે. આ દરમિયાન જેવી જ લોકલ ટ્રેન તેજ ગતિએ તેની નજીક આવે છે, તે વ્યક્તિ અચાનક પાટા પર આડો પડી જાય છે. વીડિયોમાં જોઈ શકાય છે  ટ્રેક પર સૂતી વખતે વ્યક્તિએ તેની ગરદન ટ્રેક પર રાખી હતી અને બાકીનું શરીર બે પાટા વચ્ચે રાખ્યુ હતું.  ટ્રેન ખૂબ જ ઝડપે આવી રહી હતી, ત્યારે લોકો પાયલટે તે વ્યક્તિને ટ્રેક પર પડેલો જોયો અને ઈમરજન્સી બ્રેક લગાવી. જેના કારણે ટ્રેન તરત જ ટ્રેક પર ઉભી રહી ગઈ હતી અને જીવલેણ અકસ્માત ટળી ગયો હતો. આ વીડિયોમાં યુવકને ટ્રેક પર પડેલો જોઈને 3 આરપીએફના જવાનો પણ દોડતા જોવા મળે છે

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર