નવરાત્રિ દરમિયાન એકથી બે કલાક સતત દાંડિયા રાસ લેતા યુવાનો હાર્ટ એટેકનો ભોગ ન બને અને કોઇ ન અસામાન્ય સ્થિતિ સર્જાઇ તો તેમને તાત્કાલિક સારવાર મળે તે માટે આરોગ્ય વિભાગે ગાઇડ લાઇન જાહેર કરી છે.જે પ્રમાણે મોટા ગરબાના આયોજન સ્થળે તાત્કાલિક સારવાર મળી રહે તેટલા માટે મેડિકલ ટીમ એમ્બ્યુલન્સ સાથે તૈનાત રાખવાની રહેશે,ઉપરાંત નજીકના આરોગ્યસ્થળે હોસ્પિટલમાં ડોકટરોની સુવિધા મળી રહે તેવી વ્યવસ્થા કરવાની રહેશે. 108નું લોકેશન પણ ગરબાના સ્થળની આસપાસ રાખવાનું રહેશે,જેથી કરીને સમયસર સ્થળ પર પહોંચી શકાય.