એક તરફ ભાજપના નેતાઓનું કહેવું છે કે આ લોકકલ્યાણનો કાર્યક્રમ છે, ત્યારે બીજી બાજુ ઘણા લોકો માને છે કે આ કાર્યક્રમ થકી નરેન્દ્ર મોદી અને ભાજપ પાટીદાર સમુદાયના લોકોને આવનારી ચૂંટણી માટે રીઝવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
હૉસ્પિટલના લોકાર્પણ બાદ વડા પ્રધાને કહ્યું, "કેન્દ્રમાં ભાજપના નેતૃત્વવાળી એનડીએ સરકાર રાષ્ટ્રસેવાના આઠ વર્ષ પૂર્ણ કરી ચૂકી છે. આઠ વર્ષ પહેલાં તમે મને વિદાય આપી હતી અને છતાં તમારો પ્રેમ વધતો જ રહ્યો છે."
"2001માં આપણા ગુજરાતમાં માત્ર નવ મેડિકલ કૉલેજ હતી, આ બધુ યાદ રાખો છો કે ભૂલી જાવ છો, નવી પેઢીને કહેજો, તેમને ખબર નથી કે શું હતું."
તેમણે કૉંગ્રેસ પર નિશાન સાધતાં કહ્યું કે, "પહેલાં દિલ્હીમાં એવી સરકાર હતી, જે ગુજરાતના પ્રોજેક્ટને રદ કરી દેતી હતી, આપણી મા આ નર્મદાને રોકીને બેઠા હતા. સરદાર સરોવર બંધ બાંધવા ઉપવાસ પર ઊતરવું પડ્યું હતું, ઉપવાસ રંગ લાવ્યા. નર્મદામાતા કચ્છ અને કાઠિયાવાડની ધરતી પર આવી અને આપણું જીવન ઉગાર્યું.