Jharkhand News: શિક્ષકે કપડાં ઉતારવા મજબૂર કરી, વિદ્યાર્થિનીએ ઘરે આવી ખુદને આગ લગાડી

શનિવાર, 15 ઑક્ટોબર 2022 (15:21 IST)
ઝારખંડમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક શિક્ષકે ગર્લ્સ સ્કૂલની નવમા ધોરણની વિદ્યાર્થીનીને તેના કપડાં ઉતારવા માટે દબાણ કર્યું, પછી છોકરીએ પોતાની જાતને આગ લગાવી દીધી. પોલીસે આ માહિતી આપી હતી.
 
એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે બાળકી આગમાં ગંભીર રીતે ઘાયલ થઈ હતી, તેને તેના પરિવારના સભ્યો નજીકની હોસ્પિટલમાં લઈ ગયા હતા અને તે પોતાના જીવન માટે લડી રહી છે. અધિકારીએ જણાવ્યું હતું કે શિક્ષક વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે અને મામલાની તપાસ કરવામાં આવી રહી છે
 
અધિકારીના જણાવ્યા અનુસાર, છોકરીએ પોલીસને આપેલા નિવેદનમાં કહ્યું કે શિક્ષકે તેનું અપમાન કર્યું અને તેને ક્લાસરૂમની બાજુમાં આવેલા રૂમમાં કપડાં ઉતારવા કહ્યું. પોલીસના જણાવ્યા અનુસાર, શિક્ષકે પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીના યુનિફોર્મમાં નકલ કરવાની સામગ્રી છુપાવી હોવાની આશંકા વ્યક્ત કરી હતી.
 
તેની માતાએ એમ પણ કહ્યું હતું કે કિશોરી અપમાન સહન કરી શકી નહીં અને શાળાએથી પાછા ફર્યા બાદ તેણે પોતાની જાતને આગ લગાવી દીધી. તમામ પ્રયાસો છતાં શાળા પ્રશાસનનો સંપર્ક થઈ શક્યો ન હતો.
 
દરમિયાન ઉશ્કેરાયેલા સ્થાનિકો આ ઘટનાના વિરોધમાં રસ્તા પર ઉતરી આવ્યા હતા.   અને કહ્યું કે તેઓ શાળાની મુલાકાત લેશે અને ભૂલ કરનાર શિક્ષક સામે કાર્યવાહીની માંગ કરશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર