ઝારખંડમાં એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. અહીં ચક્રધરપુર પશ્ચિમ સિંઘભૂમ જિલ્લાના મનોહરપુર પોલીસ સ્ટેશન વિસ્તારના જોજોગુટ ગામમાં એક પુત્રએ માતાની હત્યા કરી એટલું જ નહીં હત્યા બાદ ઘરઆંગણે જ માતાની ચિતા પ્રગટાવી, આટલેથી જ તેની હેવાનિયત શાંત ન થઈ તો એ જ ચિતાની આગ પર ચિકન સેકીને ખાધુ
આ ઘૃણાસ્પદ ઘટના પછી, તે કળયુગી પુત્ર ઘરમાં હાજર રહ્યો. શનિવારે સવારે તેણે તેની માતાના અડધા બળેલા મૃતદેહને ફરી એકવાર ઘરના ચૂલા નજીક ફેંકી દીધો હતો. આ પછી તેની બહેન સોમવારી સોયે આ ઘટનાની જાણ ગ્રામજનોને કરી હતી. આવી ઘૃણાસ્પદ હરકત કરનારા એ આરોપીનુ નામ છે પ્રધાન સોય. તે 35 વર્ષનો બતાવાય રહ્યો છે.