શાહીનબાગ પરથી પ્રદર્શનકારીઓને હટાવાનરી અરજી પર SC બોલ્યુ - આનાથી બીજાને ન થવી જોઈએ પરેશાની

સોમવાર, 10 ફેબ્રુઆરી 2020 (15:46 IST)
દિલ્હીના શાહીન બાગ વિસ્તાર પરથી નાગરિકતા સંશોધન અધિનિયમ (સીએએ) વિરુદ્ધ બેસેલા પ્રદર્શનકારીઓને હટાવવાની માંગ કરનારી અરજી પર સુપ્રીમ કોર્ટે કહ્યુ છે કે વિરોધથી બીજાને પરેશાની ન થાય્ આવુ અનિશ્ચિતકાળ માટે ન હોવુ જોઈએ. કોર્ટે કહ્યુ કે આટલા સમય સુધી તમે રોડ કેવી રીતે બ્લોક કરી શકો છો. સુપ્રીમ કોર્ટે દિલ્હી સરકાર અને દિલ્હી પોલીસને નોટિસ રજુ કરી જવાબ માંગ્યો છે.  આ મામલે આગામી સુનાવણી 17 ફેબ્રુઆરીએ થશે. 
 
બાળકોનું ધરણા-પ્રદર્શનમાં શામેલ થવા પર સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું હતું કે, એ ખુબ જ દુર્ભાગ્યપૂર્ણ છે કે, ચાર મહિનાના એક બાળકનું મોત નિપજ્યું. આ દરમિયાન શાહીન બાગની ત્રણ મહિલાઓએ પણ પોતાનો પક્ષ રજુ કરવાની માંગણી કરી હતી. આ ત્રણ મહિલાઓએ પોતાના વકીલ દ્વારા કહ્યું હતું કે, જ્યારે ગ્રેટા થનબર્ગ એક પ્રદર્શનકારી બની ત્યારે તે બાળકી હતી. તેમને કહ્યું હતું કે, તેમના બાળકોને શાળામાં પાકિસ્તાની કહેવામાં આવે છે.
 
નાગરિકતા કાયદાની વિરુદ્ધ ગત અંદાજે 50 દિવસોથી શાહીન બાગમાં ચાલી રહેલા પ્રદર્શન પર આજે સુપ્રિમ કોર્ટે મોટી ટિપ્પણી કરી છે. સુપ્રિમ કોર્ટે શાહીન બાગના પ્રદર્શન પર સણસણતો સવાલ કરતા કહ્યું હતું કે, તમે ક્યારેય પણ આટલા લાંબા સમય સુધી રસ્તા રોકીને બેસો તે યોગ્ય નથી. તમારે પ્રદર્શન માટે કોઈ અલગ જગ્યા પસંદ કરવી જોઈએ. જોકે, કોર્ટે આજે પ્રદર્શનકારીઓને હટાવવાનો કોઈ આદેશ આપ્યો નથી. કોર્ટે કહ્યું કે, આ મામલામાં તમામ પક્ષોને સાંભળવા જરૂરી છે. આજે કોર્ટે દિલ્હી પોલીસ અને કેન્દ્ર સરકારને નોટિસ જાહેર કરી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર