દહેજ એક અભિશાપની જેમ આખા સમાજને આજે પણ દૂષિત કરી રહ્યુ છે. તેલંગાનામાં દહેજ સાથે જોડાયેલ એક આવો મામલો સામે આવ્યો છે જ્યા નારાજ વરરાજાએ પોતાના લગ્ન તોડી નાખ્યા. વધુ પક્ષ તરફથી દહેજના રૂપમા જુનુ ફર્નીચર આપવાથી નારાજ એક વ્યક્તિએ પોતાના લગ્ન તોડી નાખ્યા. પોલીસે કહ્યુ કે બસ ચાલકના રૂપમા કામ કરનારો વરરાજા રવિવારે યૌજાયેલા લગ્નમાં આવ્યો નહી. જ્યારબાદ વધુના પિતાની ફરિયાદ પર તેના વિરુદ્ધ મામલો નોંધવામાં આવ્યો છે.
દુલ્હનના પિતાએ જણાવ્યુ કે જ્યારે તેઓ તેમના ઘરે ગયા તો વરરાજાના માતા પિતાએ તેમની સાથે દુર્વ્યવ્હાર કર્યો. યુવતીના પિતાએ જણાવ્યુ તેમણે કહ્યુ કે જે સામાન્ય માંગ્યો હતો તે આપ્યો નહી અને ફર્નીચર પણ જુનુ હતુ. તેમને આવવાની ના પાડી દીધી. મે લગ્નના ભોજન સમારંભની વ્યવસ્થા કરી અહતી અને બધા સંબંધીઓ અને મેહમાનોને આમંત્રણ આપ્યુ હતુ પણ વરરાજા કાર્યક્રમમાં આવ્યા જ નહી.
ફરિયાદના આધારે, પોલીસે જણાવ્યું હતું કે વરરાજાના પરિવારને દહેજ તરીકે અન્ય વસ્તુઓ સાથે ફર્નિચરની અપેક્ષા હતી, પરંતુ કથિત રીતે કન્યાના પરિવાર દ્વારા વપરાયેલ ફર્નિચર આપવામાં આવ્યું હતું, જેને વરના પરિવારે નકારી કાઢ્યું હતું અને વરરાજા લગ્નમાં આવ્યો ન હતો. દિવસ પોલીસે જણાવ્યું કે ભારતીય દંડ સંહિતા અને દહેજ પ્રતિબંધ અધિનિયમની સંબંધિત કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે અને વધુ તપાસ ચાલી રહી છે.