યુવા ડોક્ટરો સાથે સત્તાની રમતમાં ફુટબોલ જેવો વ્યવ્હાર બંધ થવો જોઈએ SCએ NEET ને લઈને કેન્દ્રને લગાવી ફટકાર

સોમવાર, 27 સપ્ટેમ્બર 2021 (19:06 IST)
NEET PG સુપર સ્પેશિયાલિટી પરીક્ષા 2021 (NEET PG Super-Speciality exam 2021)મા પાઠ્યક્રમાં અંતિમ સમયે ફેરફારને પડકારનારી અરજી પર સુપ્રીમ કોર્ટે (Supreme Court)એ કેન્દ્ર સરકારને ફટકાર લગાવી છે. કોર્ટએ કેન્દ્રને કહ્યુ કે યુવા ડોક્ટરો સાથે સત્તાના રમતમાં ફુટબોલ જેવો વ્યવ્હાર બંધ થવો જોઈએ. સુપ્રીમ કોર્ટે સરકાર સાથે સંબંધિત અધિકારીઓની બેઠક બોલાવી અને આગામી સોમવારે જવાબ આપવા કહ્યુ છે. 
 
વિદ્યાર્થીઓનો દાવો છે કે કેન્દ્ર સરકારે  NEET PG સુપર સ્પેશિયાલિટી પરીક્ષા 2021 નો અભ્યાસક્રમ પરીક્ષાના 2 મહિના પહેલા બદલી નાખ્યો છે. કેન્દ્રના આ નિર્ણયના વિરોધમાં 41 પીજી ક્વાલિફાઈડ ડોક્ટરોએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી.  સોમવારે આ કેસની સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને આકરી ફટકાર લગાવતા કહ્યું કે રાજરમતમાં યુવાન ડોકટરોને ફૂટબોલ ન સમજવા જોઈએ. સુપ્રીમ આ કેસમાં આવતા સોમવાર સુધીમાં કેન્દ્ર સરકારના જવાબની માગ કરી છે. સાથે અધિકારીઓની એક બેઠક બોલાવવાનો પણ નિર્દેશ આપ્યો છે.. 
 
ડોક્ટરોનો દાવો છે કે 2018 માં પેટર્ન સામાન્ય ચિકિત્સામાંથી 40 ટકા તથા સુપર સ્પેશિયાલિટીમાંથી 60 ટકા સવાલો પૂછાયા હતા જ્યારે આ સમયે છેલ્લી ઘડીએ ફેરફાર કરી દેવાયો તેમાં સામાન્ય ચિકિત્સા વિષયમાં 100 ટકા સવાલો પૂછાયા હતા

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર