ભાજપાએ લોકસભા ચૂંટણી અભિયાનનો કર્યો શંખનાદ, પાર્ટીનુ આ સ્લોગન રહેશે... તભી તો સબ મોદી કો ચુનતે હૈ

ગુરુવાર, 25 જાન્યુઆરી 2024 (13:34 IST)
modi campaign 2024
લોકસભા ચૂંટણી 2024 માટે હવે ખૂબ ઓછો સમય બાકી રહી ગયો છે. બધા દળ પોત-પોતાની ચૂંટણી તૈયારીઓમાં લાગી ગયુ છે.  આ ક્રમમાં ભારતીય જનતા પાર્ટીએ પણ 2024 લોકસભા ચૂંટણીએ પણ લોકસભા ચૂંટણી 2024ના પ્રચાર અભિયાનનો શંખનાદ કરી દીધો છે.  ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જેપી નડ્ડાએ ગુરૂવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની હાજરીમાં ચૂંટણી અભિયાનનો શુભારંભ કર્યો. આ દરમિયાન ભાજપનુ ખાસ ચૂંટણી સ્લોગન પણ રજુ કરી દેવામાં આવ્યુ છે. 
 
તભી તો સબ મોદી કો ચુનતે હૈ 
ભાજપાએ ચૂંટણી અભિયાન માટે ખાસ સ્લોગન તૈયાર કર્યુ છે. પાર્ટીએ સ્લોગન આપ્યુ છે - સપને નહી હકીકત કો બુનતે હૈ - તભી તો સબ મોદી કો ચુનતે હૈ. પાર્ટીનુ કહેવુ છે કે આ સ્લોગન હકીકતમાં લોકો દ્વારા જ મળ્યુ છે. પાર્ટીએ કહ્યુ કે જનતાની ભાવનાને સમજતા આ સ્લોગનને પાર્ટીએ અપનાવ્યુ છે.  પાર્ટીએ કહ્યુ છે કે નવુ સ્લોગન પાર્ટીની મોદીની ગેરંટી અભિયાનનુ પૂરક છે. 

 
મોટી વસ્તીની ભાવનાઓ સાથે જોડાયેલુ સ્લોગન 
નવા મતદાતા સંમેલન દરમિયાન ચૂંટણી અભિયાનના લોંચિગના સમયે એક ખાસ વીડિયો પણ રજુ કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં બતાવ્યુ છે કે કેવી રીતે પીએમ મોદીએ કરોડો ભારતીય લોકોના સપનાને હકીકતમાં બદલી નાખ્યા છે. ભાજપાનુ માનવુ છે કે પાર્ટીનુ ચૂંટણી સ્લોગન ફક્ત કેટલાક લોકોની નહી પણ મોટાભાગની વસ્તીની ભાવનાઓ સાથે જોડાયેલુ છે.  ભાજપા અધ્યક્ષ જેપી નડ્ડાએ પાર્ટીના કાર્યકર્તાઓને આ અભિયાનને આખા દેશના લોકો સુધી પહોચાડવાની અપીલ કરી છે. 
 
આવનાર દિવસોની પણ પ્લાનિંગ 
ભાજપાના આ ચૂંટણી અભિયાનના અનેક ભાગ હશે. અભિયાનનુ મુખ્ય ગીત આજે રજુ કરવામાં આવ્યુ છે જે ખૂબ જ ઈમોશનલ અંદાજમાં રજુ કરવામાં આવ્યુ છે. આવનાર દિવસોમાં પાર્ટી દ્વારા ચરણબદ્દ રીતે ડિઝિટલ હોર્ડિંગ્સ, ડિસ્પ્લે બેનર અને ડિઝિટલ ફિલ્મો વગેરે પણ રજુ કરવાની યોજના બનાવી છે. અભિયાનમાં આ વાત પર જોર આપવામાં આવશે કે  પીએમ મોદીએ વચન પુરુ કર્યુ છે અને આ રીતે તે સ્વભાવિક વિકલ્પ છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર