મુખ્યમંત્રી મમતા બેનર્જી કોલકાતા પરત ફરતી વખતે ઘાયલ થયા હતા
ખરાબ હવામાનના કારણે મમતા બેનર્જી રોડ માર્ગે આવી રહ્યા હતા
કાફલાના વાહનોએ બ્રેક લગાવતાં કાર અકસ્માત સર્જાયો હતો
ત્યારબાદ મુખ્યમંત્રીને માથામાં ઈજા થઈ, તેમને પ્રાથમિક સારવાર આપવામાં આવી.
કલકત્તા. પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીની માથામા વાગ્યુ છે. મમતા બેનર્જીને તે સમયે વાગ્યુ જ્યારે તેઓ વર્ઘમા નથી કલકત્તા ફરત ફરી રહ્યા હતા. મુખ્ય પ્રધાનને આ ઈજા ત્યારે થઈ જ્યારે તેમના કાફલાની કારને અકસ્માત નડ્યો. આ દરમિયાન મુખ્યમંત્રીને માથામાં ઈજા થઈ હતી. સરકારી યોજનાઓના લાભાર્થીઓ માટેના કાર્યક્રમમાં ભાગ લેવા માટે મમતા બેનર્જી રાજ્યના પૂર્વ અને પશ્ચિમ બર્દવાન જિલ્લામાં પહોંચ્યા હતા. માહિતી સામે આવી છે કે વરસાદના કારણે મમતા બેનર્જી રોડ માર્ગે કોલકાતા પરત ફરી રહ્યા હતા. આ અકસ્માત રોડ પર ઓછી વિઝિબિલિટી અને ધુમ્મસના કારણે થયો હતો. કારે બ્રેક લગાવતાં મુખ્યમંત્રીને માથામાં ઈજા થઈ હતી. મુખ્યમંત્રીને કપાળ પર આ ઈજા થઈ હતી.
મમતાના માથા પર વાગ્યુ
તૃણમૂલ કોંગ્રેસના નેતાઓ મુજબ મુખ્યમંત્રીને તત્કાલિન પ્રાથમિક સારવાર આપવામાં આવી છે. મુખ્યમંત્રી ખરાબ ઋતુ હોવાને કારણે જમીનમાર્ગથી જઈ રહ્યા હતા. મુખ્યમંત્રી મમતા બેનર્જી પૂર્વી-પશ્ચિમ બર્ધમાન જીલ્લાની મુલાકાત પર પહોચતા જ લોકસભા ચૂંટણી એકલુ લડવાનુ એલાન કર્યુ હતુ રાજ્ય સરકારની યોજનાઓના લાભાર્થીઓને લગતા કાર્યક્રમોમાં ભાગ લેવા માટે મુખ્યમંત્રી ત્યાં પહોંચ્યા હતા. વિધાનસભાની ચૂંટણી પહેલા મુખ્યમંત્રીને પગમાં ઈજા થઈ હતી. ત્યારે પણ તેમણે વ્હીલચેરમાં બેસીને પ્રચાર કર્યો હતો. પક્ષના સૂત્રોનું કહેવું છે કે મુખ્યમંત્રી સ્વસ્થ છે. તે વાત કરી રહી છે, તેને જે ઈજા થઈ છે તે બહુ ગંભીર નથી.