રિટાયર્ડ ટીચરને દર મહિને 50000 મળશે! UGCએ શિક્ષક દિવસ પર આપી આ ભેટ

મંગળવાર, 6 સપ્ટેમ્બર 2022 (11:58 IST)
યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC) શિક્ષક દિન નિમિત્તે નિવૃત્ત શિક્ષકો માટે ફેલોશિપ અને રિસર્ચ ગ્રાંટ શરૂ કરવા જઈ રહ્યું છે. નિવૃત્ત શિક્ષકોને આનો મોટો લાભ મળવાનો છે. UGC ચીફ જગદીશ કુમારે આ માહિતી આપી છે. જગદીશ કુમારે કહ્યું કે, શિક્ષક દિવસ પર, UGC અનેક સંશોધન યોજનાઓની જાહેરાત કરી રહી છે, જેનો લાભ દેશભરની ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓને મળશે.
 
ફેલોશિપ હેઠળ પસંદ કરાયેલા ઉમેદવારોને દર મહિને 50,000 રૂપિયા અને આકસ્મિક ભંડોળ તરીકે વાર્ષિક 50,000 રૂપિયા આપવામાં આવશે. જોકે, આ નિવૃત શિક્ષકોએ કયા વિષય પર સંશોધન કરવાનું રહેશે તે અંગે યુજીસી દ્વારા હજુ સુધી જણાવવામાં આવ્યું નથી.
 
ડો. રાધાકૃષ્ણન UGC પોસ્ટ ડોક્ટરલ ફેલોશિપ હેઠળ, ભારતીય યુનિવર્સિટીઓ અને સંસ્થાઓને ભાષાઓ સહિત વિજ્ઞાન, એન્જિનિયરિંગ, ટેક્નોલોજી, માનવતા અને સામાજિક વિજ્ઞાનમાં ઉચ્ચ અભ્યાસ અને સંશોધનની તક પૂરી પાડવામાં આવશે. તેમાં 900 બેઠકો છે, જેમાંથી 30 ટકા મહિલાઓ માટે અનામત છે. પસંદ કરાયેલા ઉમેદવારોને દર મહિને રૂ. 50,000ની ફેલોશિપ અને વાર્ષિક રૂ. 50,000ની આકસ્મિક રકમ આપવામાં આવશે.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર