Ram Mandir Tala: 400 કિલોનુ વજન, 10 ફીટ લાંબુ, 4 ફીટ લાંબી છે ચાવી, અયોધ્યાના રામ મંદિર માટે બન્યુ અનોખુ તાળુ

સોમવાર, 7 ઑગસ્ટ 2023 (14:02 IST)
Ram Mandir Tala: અલીગઢના એક કારીગરે અયોધ્યામાં નિર્માણાધીન રામ મંદિર માટે ચાર ક્વિંટલનુ તાળુ બનાવ્યુ છે. આવતા વર્ષે જાન્યુઆરીમાં ભક્તો માટે મંદિરના દરવાજા ખુલી જાય એવી આશા છે.  ભગવાન રામના એક ઉત્સાહી ભક્ત અને તાળુ બનાવનારા કારીગર સત્ય પ્રકાશ વર્માએ દુનિયાનુ સૌથી મોટુ હસ્તનિમિત તાળુ તૈયાર કરવા માટે મહિનાઓ સુધી મહેનત કરી. જેને તેઓ વર્ષના અંતમાં રામ મંદિર સંચાલનને ભેટ આપવાની યોજના બનાવી રહ્યા છે. 
 
 શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના એક પદાધિકારીએ કહ્યુ કે તેમને મોટી સંખ્યામાં ભક્તો પાસેથી પ્રસાદ મળી રહ્યો છે અને તેમને એ જોવાનુ રહેશે કે તાળાનો ઉપયોગ ક્યા કરી શકાય છે. તાલુ કારીગર શર્માએ કહ્યુ કે તેમન આ પૂર્વજ એક સદીથી વધુ સમયથી હસ્તનિર્મિત તાળા બનાવતા આવ્યા છે. તેઓ 45 વર્ષોથી વધુ સમયથી તાલા નગરી અલીગઢમાં તાળાને ઠોકવાનુ અને ચમકાવવાનુ કામ કરી રહ્યા છે.  
 
શર્માએ કહ્યુ, તેમને રામ મંદિરને ધ્યાનમાં રાખતા ચાર ફીટની લાંબી ચાવીથી ખુલનારુ મોટુ તાળુ બનાવ્યુ. જે 10 ફીટ ઉંચુ, 4.5 ફીટ પહોળુ અને 9.5 ઈંચ મોટુ છે. આ તાળાને આ વર્ષની શરૂઆતમાં અલીગઢ વાર્ષિક પ્રદર્શનીમાં રજુ કરવામાં આવ્યુ હતુ અને હવે શર્મા નાના ફેરફારો અને સજાવટ કરવામાં વ્યસ્ત છે. તેણે કહ્યું કે અમે ઈચ્છીએ છીએ કે તે પરફેક્ટ બને.

પત્નીએ તાળુ બનાવવામાં કરી મદદ 
શર્માની સાથે આ કામમાં તેમની પત્ની રુકમણિ દેવીએ પણ મહત્વપૂર્ણ યોગદાન આપ્યુ છે. તેમણે કહ્યુ કે આ મુશ્કેલ સમયમાં મારી પત્નીએ ખૂબ મદદ કરી. રુકમણિએ કહ્યુ, પહેલા અમે છ ફીટ લાંબુ અને ત્રણ ફીટ પહોળુ તાળુ બનાવ્યુ હતુ પણ કેટલાક લોકોએ મોટુ તાળુ બનાવવાની સલાહ આપી. તેથી અમે તેના પર કામ કરવુ શરૂ કર્યુ. તેમણે કહ્યુ કે તાળાને અંતિમ રૂપ આપવામાં આવી રહ્યો છે.  
 
બે લાખ રૂપિયાનો આવ્યો ખર્ચ 
શર્મા મુજબ તાળુ બનાવવામાં તેમને લગભગ 2 લાખ રૂપિયાનો ખર્ચ આવ્યો અને તેમણે પોતાના સપનાની પરિયોજનાને હકીકતમાં બદલવા સ્વચ્છાથી પોતાના જીવનની બચત લગાવી દીધી. તેમણે કહ્યુ  કેમ કે હુ દસકાઓથી તાળુ બનાવવાનો વ્યવસાય કરી રહ્યો છુ. તેથી મે મંદિર માટે એક વિશાળ તાળુ બનાવવા વિશે વિચાર્યુ કારણ અમારુ શહેર તાળા માટે ઓળખાય છે અને આ પહેલા કોઈએ પણ આવુ કર્યુ નથી. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર