Chandrayaan-3 First Image - ભારતનું મૂન મિશન એટલે કે ચંદ્રયાન 3 ચંદ્રની આર્બિટમાં દાખલ થઈ ગયું છે. શનિવારે સાંજે તેણે આ પડાવ સફળતા પૂર્વક સર કર્યો હતો. ત્યાર બાદ હવે ઇસરોએ ચદ્રનો પહેલી તસવીર અને વિડીયો શેર કર્યો છે. હવે અપેક્ષિત છે કે ચંદ્રયાન 3 આ મહિનાની 23 તારીખ સુધી ચંદ્રના પૃષ્ઠભાગ પર સોફ્ટ લેન્ડિગ કરશે.
ચંદ્રયાન-3માં લેન્ડર, રોવર અને પ્રોપલ્શન મોડ્યાલ છે. લેન્ડર અને રોવર ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરશે અને ત્યાં 14 દિવસ પ્રયોગ કરશે. પ્રોપલ્શન મોડ્યુલ ચંદ્રની કક્ષામાં રહીને પૃથ્વી પરથી આવનારા રેડિએશનનો અભ્યાસ કરશે. આ અભિયાન હેઠળ ઇસરો ચંદ્રના પૃષ્ઠભાગ પર ભૂકંપ કંઇ રીતે થાય છે તે શોધી કાઢશે. અને ચંદ્રની માહિતી મેળવશે.