અજમેરના તળાવમાં તરતા જોવા મળ્યા 2 હજારની નોટોના બંડલ

શનિવાર, 7 મે 2022 (12:16 IST)
શુક્રવારે અજમેરમાં ત્યારે હંગામો મચી ગયો હતો. જ્યારે અનસાગર તળાવમાં નોટોના બંડલ તરતા જોવા મળ્યા હતા. અજમેરમાં આનાસાગર તળાવમાંથી 2 હજારની નોટના બંડલ તરતા જોવા મળતા લોકોની ભીડ એકત્ર થઈ ગઈ હતી જોકે સ્થળ ઉપર દોડી આવેલી પોલીસે તરવૈયાઓની મદદથી તળાવમાં ત્રણ થેલીમાં રહેલા 54 નોટોના બંડલ કાઢયા હતા.જેની ગણતરી કરતા કુલ 1.08 કરોડ રૂપિયા હોવાનું સામે આવ્યુ છે. જો કે ભીનાશને કારણે કંઈ સ્પષ્ટથઈ શક્યું ન હતું.
 
ASI બલદેવ સિંહે જણાવ્યું કે, અનાસાગર તળાવમાં 3 કોથળામાં 2 હજારની નોટ મળી હોવાની માહિતી પોલીસ સ્ટેશનમાં આપવામાં આવી હતી. અમે ઘટના સ્થળ પર પહોંચીને અનસાગર તળાવમાં પડેલી નોટો જપ્ત કરી હતી. તેમણે કહ્યું કે તળાવમાંથી મળેલી નોટ નકલી હોઈ શકે છે. તેના પર રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા પણ લખેલું છે. પાણીમાં પડવાને કારણે ઢીલી પડી ગઈ હતી. 
 
પોલીસના જણાવ્યા અનુસાર, આ મામલે ભારતીય રિઝર્વ બેંક અને અન્ય બેંકો પાસેથી માહિતી લીધા બાદ આ મામલે તપાસ કરવામાં આવશે. આ સાથે અનસાગર તળાવમાં આ નોટો કોણે ફેંકી છે. પોલીસ પણ આ અંગે માહિતી એકઠી કરી રહી છે. જેથી કરીને સ્થિતિ સ્પષ્ટ થઈ શકે કે આ નોટ અનસાગરમાં ક્યાંથી આવી. જ્યારે હાલ પોલીસે નોટો એકત્ર કરીને તપાસ શરૂ કરી છે.
 
તમામ નોટો પર રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા લખેલું હતું. જે બિલકુલ અસલી 2 હજારની નોટ જેવી દેખાતી હતી. નોટોના તમામ બંડલ પ્લાસ્ટિકની થેલીમાંથી મળી આવ્યા હતા. આ ઘટના પુષ્કર રોડ પર સેન્ચ્યુરી પબ્લિક સ્કૂલ પાસે બની હતી.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર