MP Suicide News- 3 બાળકોની હત્યા કરી માતાનો આપઘાત

શુક્રવાર, 6 મે 2022 (15:39 IST)
મધ્યપ્રદેશના રતલામના શિવગઢ નિવાસી ભૂરાલાલની પત્ની રૂપા રાજસ્થાનના ચિતૌડગઢમાં બુધવાર મોડીરાત્રે તેમના ત્રણ બાળકોની હત્યા કરી પોતે પણ ફાંસીના ફંદા  લટકી ગઈ. મહિલાએ પહેલા એક -એક કરીને બાળકોને મોતના ઘાટ ઉતાર્યા પછી  પોતે પણ ફાંસી લગાવીને સુસાઈડ કરી લીધું. પતિ બજારથી પરત આવ્યો તો પત્ની અને બાળકોને ફંદા પર લટકરા જોઈ તેના પગ નીચેથી જમીન સરકી ગઈ. દુર્ઘટનાની સૂચના પર પોલીસ સ્થળે પહોંચી 
 
થાના અધિકારી ફૂલચંદ ટેલરએ જણાવ્યુ કે કછિયા ખેડી ગામના માર્ગ પર આરએનટી કોલેજના પોલ્ટ્રી ફાર્મની આ ઘટના છે. લાશને કબ્જામાં લઈ ફાર્મ પર લાગેલા સીસીટીવી કેમરાને જોવાયા. તેમાં ત્રણ બાળકો ફંદા લટકતા જોવાઈ રહ્યા છે. કેસમાં મૃતકાના પતિ ભૂરાલાલથી પૂછતાછ ચાલી રહી છે. પીહર અને સાસરિયા પક્ષના લોકોને આવતા આજે પોસ્ટમાર્ટમ કરાશે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર