રાહુલ ગાંધીનો મોદી સરકાર પર આરોપ - નેપાળ-લદ્દાખમાં શુ થયુ, દેશને બતાવો

મંગળવાર, 26 મે 2020 (12:18 IST)
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મંગળવારે એક પ્રેસ કોન્ફરન્સ કરીને મોદી સરકાર પર નિશાન સાધ્યું અને લોકડાઉન નિષ્ફળ થવાનો આરોપ લગાવ્યો હતો. રાહુલ ગાંધીએ કહ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બે મહિના પહેલા કહ્યું હતું કે અમે કોરોના વાયરસને 21 દિવસમાં હરાવીશું, પરંતુ હવે 60 દિવસ બાદ આપણા દેશમાં કોરોના વાયરસના કેસ ઝડપથી વધી રહ્યા છે અને લોકડાઉનમાંથી રાહત આપવામાં આવી રહ્યું છે. રાહુલે કહ્યું કે લોકડાઉન કરવાનો મકસદ સંપૂર્ણ રીતે નિષ્ફળ ગયો છે
 
રાહુલ ગાંધી બોલ્યા કે લોકડાઉનના ચાર ચરણમાં વડા પ્રધાનની અપેક્ષા મુજબનું પરિણામ મળ્યું નથી. આવી સ્થિતિમાં, હવે અમે સરકારને પૂછવા માંગીએ છીએ કે સરકાર આગળ શું કરશે, કારણ કે લોકડાઉન નિષ્ફળ ગયું છે.
 
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો હતો કે જ્યારે આખી દુનિયા લોકડાઉન હટાવી રહી છે ત્યારે ત્યાં કેસ ઘટતા જઇ રહ્યા છે, પરંતુ અહીં કેસ વધી રહ્યા છે અને લોકડાઉન હટાવવામાં આવી રહ્યું છે. રાહુલે પૂછ્યું કે પીએમ મોદી ગરીબો માટે, ખેડૂતો માટે શું કરી રહ્યા છે તેનો જવાબ આપે. 
 
કોંગ્રેસ નેતાએ સરકાર પર આરોપ લગાવતઆ કહ્યું કે સરકારે સત્ય સ્વીકારવું જોઈએ, કારણ કે એવું કહેવામાં આવ્યુ હતું કે 21 દિવસમાં બધુ ઠીક થઈ જશે પરંતુ 60 દિવસ થઈ ગયા છે.
 
કોગ્રેસ શાસિત રાજ્યો અંગે રાહુલ ગાંધીએ કહ્યું હતું કે અમારી સરકાર ગરીબોને પૈસા આપી રહી છે, ભોજન આપે છે. આગળ શું કરવાનું છે તે અમે જાણીએ છીએ પણ ક્યા સુધી રાજ્યો એકલા હાથે લડાઈ લડશે. કેન્દ્ર સરકારે આગળ આવવું પડશે અને રણનીતિ વિશે દેશ સાથે વાત કરવી પડશે.
 
રોજગાર અંગે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો કે દેશમાં રોજગારની મુશ્કેલીઓ પહેલેથી જ હતી, પરંતુ લોકડાઉનને લીધે બીજો ઊંઘો આઘાત લાગ્યો છે.  આગામી દિવસોમાં નોકરીઓની સંખ્યા ઝડપથી વધી શકે છે, તેથી સામાન્ય લોકોના હાથમાં પૈસા હોવા જરૂરી છે.
 
નેપાળ અને ચીન સાથે ચાલી રહેલી લડાઇ અંગે રાહુલ ગાંધીએ કહ્યું કે સરકારે સરહદ પર જે બની રહ્યુ છે તેની વિગતો દેશની સામે મૂકવી જોઈએ. હમણાં કોઈને ખબર નથી કે શું થયું છે, નેપાળ સાથે શુ થયું છે અને લદાખમાં શું થઈ રહ્યું છે. સરકારને દેશની સામે મૂકવા જોઈએ.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર