રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની સંસદમાં મોટી જાહેરાત, દેશના વૃદ્ધોને થશે સૌથી વધુ ફાયદો

ગુરુવાર, 27 જૂન 2024 (14:29 IST)
President Draupadi Murmu- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સંસદના બંને ગૃહોને સંબોધિત કર્યા. રાષ્ટ્રપતિએ આ દરમિયાન એક મોટી જાહેરાત કરી. તેમણે આયુષ્માન યોજનાને લઈને મહત્વની વાતો કહી. રાષ્ટ્રપતિએ કહ્યું કે આયુષ્માન યોજના હેઠળ દેશમાં 70 વર્ષથી વધુ ઉંમરના તમામ વૃદ્ધોની સારવાર કરવામાં આવશે.
 
રાષ્ટ્રપતિએ કહ્યું, 'સરકારે નિર્ણય લીધો છે. હવે 70 વર્ષથી વધુ ઉંમરના તમામ વૃદ્ધોને આયુષ્માન ભારત યોજના હેઠળ મફત સારવારનો લાભ મળશે. સરકારે છેલ્લા 10 વર્ષમાં ઘણા સુધારા પણ કર્યા છે.
 
શું છે આયુષ્માન ભારત યોજના?
 
કેન્દ્ર સરકારે વર્ષ 2018માં આયુષ્માન ભારત યોજના શરૂ કરી હતી. આ એક પ્રકારનો સ્વાસ્થ્ય વીમો છે. આમાં લાભાર્થીને આયુષ્માન કાર્ડ મળે છે. કાર્ડની મદદથી લાભાર્થી હોસ્પિટલમાં 5 લાખ રૂપિયા સુધીની સારવાર મેળવી શકે છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર