શુ ખરેખર બિહારના ઉંદર પી ગયા દારૂ.... !!

શુક્રવાર, 5 મે 2017 (12:50 IST)
ઘટના વિચિત્ર જરૂર છે પણ સત્ય છે. બિહારમાં જ્યા છેલ્લા 1 વર્ષમાં સંપૂર્ણ રીતે દારૂબંધી લાગી છે ત્યા હવે સામાન્ય માણસ જ નહી પણ ઉંદર પણ દારૂડિયા થઈ ગયા છે. પટનામાં પોલીસ કર્મચારીઓએ એસએસપી મનુ મહારાજને કંઈક આવી જ સ્ટોરી સંભળાવી. જેને સાંભળ્યા પછી તેઓ દંગ રહી જવા ઉપરાંત નારાજ પણ થઈ ગયા. આ સ્ટોરી હતી બિહારના દારૂડિયા ઉંદરોની.. જી હા તમે સાચુ વાંચી રહ્યા છો. કંઈક આ જ પ્રકારની સ્ટોરી પોલીસ કર્મચારીઓએ એસએસપીને સંભળાવી છે. 
 
શુ હતો મામલો 
 
એસએસપી મનુ મહારાજે પટના નગર નિગમ ચૂંટણીને જોતા ત્યાના બધા ફોજદારોની બેઠક બોલાવી હતી અને કાયદો વ્યવસ્થાને લઈને સમીક્ષા કરી. જ્યારે બેઠક ચાલી રહી હતી તો મનુ મહારાજે ફોજદારોને પૂછ્યુ કે દારૂબંધી લાગૂ થયા પછી જેટલી પણ દારૂ જપ્ત થાય છે અને જેને પોલીસ મથકના માલખાનામાં મુકવામાં આવી છે.  તે ઓછી કેમ થઈ ગઈ.  મનુ મહારાજ દ્વારા આટલુ પૂછતા જ ફોજદારોએ બધો દોષ ઉંદરો પર થોપી દીધો.  કેટલાક થાણેદારોએ મનુ મહારાજને જણાવ્યુ કે કરોડોની દારૂ માલખાનામાંથી એ માટે ગાયબ થઈ કારણ કે એ દારૂ ઉંદરો પી ગયા છે. 
 
આ સાંભળતા જ એસએસપી મનુ મહારાજને ગુસ્સો આવી ગયો તેમણે બધા થાણેદારોને આદેશ અપ્યો કે તે જલ્દીથી જલ્દી પોતાના માલખાનામાં મુકેલી દારૂને ઉંદરોથી બચાવવાની વ્યવસ્થા કરે. એસએસપીને આવી આશંકા હતા કે માલખાનામાં મુકેલી દારૂની બોટલો એ માટે ગાયબ થઈ રહી છે કારણ કે કેટલાક પોલીસ કર્મચારીઓ તેને ચૂપચાપ બજારમાં વેચી રહ્યા છે કે પછી પોતે જ પી રહ્યા છે.  આ વાતને ધ્યાનમાં રાખતા એસએસપીએ આ આદેશ આપ્યો કે હવે બધા ફોજદારોનો બ્રેથ એનાલાઈઝર ટેસ્ટ કરવામાં આવશે. 
 
 
એસએસપીના આદેશ પછી કંકડબાગ પોલીસ પ્રભારી રવિ ભૂષણે જણાવ્યુ કે તેમણે પોતાના પોલીસ સ્ટેશનના માલખાનામાં દારૂની બોટલોને ઉંદરોથી બચાવવા માટે ઉંદર મારવાની દવાનો ઉપયોગ શરૂ કર્યો છે. 

વેબદુનિયા પર વાંચો