PM નરેન્દ્ર મોદી 17 ડિસેમ્બરે સુરતના ડાયમંડ બોર્સનું ઉદ્ઘાટન કરશે, શરદ પવારનો આરોપ:

સોમવાર, 18 ડિસેમ્બર 2023 (08:35 IST)
PM મોદીના હસ્તે ડાયમંડ બુર્સના ઉદ્ઘાટન પહેલા શરદ પવારનો આરોપ, જે લોકો આજે સત્તામાં છે તેમની પાસે દેશ વિશે વિચારવાની શક્તિ નથી, સ્થાનિક લોકો નોકરી ગુમાવશે.....
સુરતમાં આજે PM મોદીના હસ્તે ડાયમંડ બુર્સનું થશે ઉદ્ઘાટન
 
PM નરેન્દ્ર મોદી 17 ડિસેમ્બરે સુરત અને વારાણસીની મુલાકાતે જવાના છે. PM મોદી 17મી ડિસેમ્બરે સુરતમાં ડાયમંડ બોર્સનું ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છે. હવે આ મામલે શરદ પવારે વડાપ્રધાન મોદી પર નિશાન સાધ્યું છે.
 
PM નરેન્દ્ર મોદી 17મી ડિસેમ્બરે ગુજરાતના સુરતમાં બનેલા ડાયમંડ બોર્સનું ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છે. આ મામલે હવે શરદ પવારે પીએમ નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું છે. શરદ પવારે મુંબઈને અડીને આવેલા પનવેલમાં એક સભાને સંબોધી હતી. આ દરમિયાન તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે આજે જેઓ દેશમાં સત્તા પર છે તેમને દેશની પરવા નથી, તેઓ સુરત જાય છે અને ત્યાં દેશના સૌથી મોટા સુરત ડાયમંડ બોર્સનું ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છે. શરદ પવારે કહ્યું કે જ્યારે હું મુખ્યમંત્રી હતો ત્યારે મેં મુંબઈના બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સમાં હીરાનો વ્યવસાય શરૂ કરવાનો નિર્ણય કર્યો હતો.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર