કોંગ્રેસ 100 વર્ષ સુધી સત્તામાં આવવા માંગતી નથી, હારવા છતા પણ છે અભિમાન છે, સંસદમાં PM મોદીનુ ધારદાર વક્તવ્ય

સોમવાર, 7 ફેબ્રુઆરી 2022 (19:42 IST)
PM નરેન્દ્ર મોદી સોમવારે સંસદમાં પોતાની આગવી શૈલીમાં દેખાયા. તેમણે કોંગ્રેસ અને વિપક્ષી પાર્ટીઓ પર આકરા પ્રહારો કર્યા હતા. પ્રધાનમંત્રીએ  કહ્યું કે આજે પણ ઘણા લોકોનો કાંટો 2014 પર જ અટક્યો છે. વડાપ્રધાને કહ્યું કે કોંગ્રેસના વ્યવ્હારથી એવું લાગે છે કે તેઓ આગામી 100 વર્ષ સુધી સત્તામાં આવવા માંગતા નથી. જો તમે જ  આવી તૈયારીઓ કરી છે, તો અમે પણ કરી છે. કોંગ્રેસ પર પ્રહાર કરતા પીએમ મોદીએ કહ્યું કે 1994માં તમે પૂર્ણ બહુમતીથી ગોવામાં જીત મેળવી હતી. 28 વર્ષ થઈ ગયા  ગોવાએ તમને સ્વીકાર્યુ નથી.
 
શાયરીના અંદાજમાં કોંગ્રેસને બનાવ્યુ નિશાન 

 
તેમણે કહ્યું કે સવાલ ચૂંટણીનો નથી પરંતુ ઉમદા ઈરાદાનો છે. જ્યાં પણ લોકોએ સાચો માર્ગ લીધો છે ત્યાં તમે પાછા ફરવા સક્ષમ નથી. ચૂંટણી હારી જઈએ તો મહિનાઓ સુધી ચિંતન ચાલે છે. પરંતુ તમે આટલી બધી ચૂંટણીઓ હારી ગયા છો, છતાં ન તો તમારો અહંકાર જાય છે કે ન તમારી ઇકો સિસ્ટમ તે થવા દે છે. પીએમ મોદીએ વ્યંગ્યાત્મક શૈલીમાં કહ્યું, 'વો દિન કો રાત કહે તો માન જાઓ નહી માનોગે તો વો દિન મે નકાબ ઓઢ લેંગે, જરૂરત પડી તો હકીકત કો થોડા બહોત મરોડ લેંગે. ખુદ કી સમજ પર બેઈંતહા, ઉન્હે આઈના મત દિખાવો, વે આઈને કો ભી તોડ દેંગે. 
 
PMએ કહ્યું-કોરોના બાદ દેશ આગળ વધી રહ્યો છે
PM મોદીએ કહ્યું કે કોરોના કાળ બાદ વિશ્વ નવી વ્યવસ્થા તરફ આગળ વધી રહ્યું છે. ભારતને આ સ્થિતિમાં નેતૃત્વના કરવા પાછળ રહેવું જોઈએ નહીં. PM મોદીએ કહ્યું કે પ્રધાનમંત્રી આવાસ યોજનાથી લઈ સ્વચ્છ ભારત અભિયાન અંગે પણ ચર્ચા કરી. PM મોદીએ કહ્યું કે આજે ગરીબ આવાસ યોજનાનો લાભ મળતા જ લખપતિ બની જાય છે.
 
ગૃહમાં રાહુલની ગેરહાજરી અંગે પણ PM મોદીએ ટકોર કરી
જ્યારે પ્રધાનમંત્રી મોદીએ લોકસભામાં કહી રહ્યા હતા કે તે સમયે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી ગૃહમાં ઉપસ્થિત ન હતા. આ અંગે મોદીએ ટકોર કરતા કહ્યું કે કેટલાક લોકો બોલીને ભાગી જાય છે, સહન આ બીચારાઓને ભાગવવું પડે છે (આ અંગે સત્તા પક્ષના સાંસદ હસવા લાગ્યા).
 
દેશના અર્થતંત્રમાં ડબલ A વેરિયન્ટ ફેલાઈ રહ્યું છે તે કહેવું યોગ્ય નથી
વડાપ્રધાને કહ્યું કે દેશના ઉદ્યોગપતિઓને કોરોના વેરિયન્ટ કહેવા તે સારી બાબત નથી. હકીકતમાં રાહુલે બુધવારે કહ્યું હતું કે દેશના અર્થતંત્રમાં ડબલ A વેરિયન્ટ ફેલાઈ રહ્યું છે. ડબલ A એટલે અંબાણી અને અદાણી એમ ગણાવ્યા હતા.

'કોંગ્રેસે તો હદ કરી નાખી, કોરોના વેક્સીન પર પણ કરી રાજનીતિ' 
 
પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે માનવતા 100 વર્ષના સૌથી મોટા સંકટનો સામનો કરી રહી છે. જેમણે ભૂતકાળના આધારે ભારતનું મૂલ્યાંકન કર્યું, તેઓએ વિચાર્યું કે ભારત આ યુદ્ધ લડી શકશે. ભારત પોતાને બચાવી શકશે નહીં, પરંતુ આજે શું સ્થિતિ છે. ભારતમાં બનેલી કોવિડ રસીઓ વિશ્વમાં સૌથી અસરકારક છે. આજે ભારત 100% પ્રથમ ડોઝની નજીક પહોંચી રહ્યું છે. બીજા ડોઝની લગભગ 80 ટકા કામગીરી પણ પૂર્ણ થઈ ગઈ છે. કોરોના વૈશ્વિક મહામારી હતી, પરંતુ જો તેનો ઉપયોગ પક્ષીય રાજકારણ માટે પણ થાય તો શું માનવતા માટે સારું છે?

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર