પીએમ મોદીએ 'મન કી બાત'માં છઠ પૂજાનો કર્યો ઉલ્લેખ, લોકોને તહેવાર દરમિયાન સ્વદેશી ઉત્પાદનો ખરીદવાની કરી વિનંતી

રવિવાર, 28 સપ્ટેમ્બર 2025 (13:11 IST)
Pm modi mann ki baat- પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રવિવારે રેડિયો કાર્યક્રમ 'મન કી બાત'ના 126મા એપિસોડ દ્વારા રાષ્ટ્રને સંબોધિત કર્યું હતું. કાર્યક્રમ દરમિયાન તેમણે દેશના સાંસ્કૃતિક વારસાને વૈશ્વિક માન્યતા આપવા, સ્વદેશી ઉત્પાદનો અપનાવવા અને મહિલા શક્તિ અને નૌકાદળના શૌર્યની પ્રશંસા કરવા વિશે વાત કરી હતી.
 
યુનેસ્કોની યાદીમાં છઠ પૂજાનો સમાવેશ કરવાના પ્રયાસો
પીએમ મોદીએ ભારતની સાંસ્કૃતિક વારસાને વૈશ્વિક સ્તરે ઉન્નત કરવાની પ્રતિબદ્ધતા વિશે વાત કરી હતી. પીએમએ ખુશી વ્યક્ત કરી હતી કે ભારત સરકાર છઠ મહાપર્વને યુનેસ્કોની અમૂર્ત સાંસ્કૃતિક વારસાની યાદીમાં સામેલ કરવા માટે પ્રયાસો કરી રહી છે. તેમણે કહ્યું, "જ્યારે છઠ પૂજાને યુનેસ્કોની યાદીમાં સામેલ કરવામાં આવશે, ત્યારે વિશ્વના દરેક ખૂણાના લોકો તેની ભવ્યતા અને દિવ્યતાનો અનુભવ કરી શકશે."
 
તેમણે કહ્યું કે તહેવારો આપણી સંસ્કૃતિને જીવંત રાખે છે. છઠ પૂજા એ સૂર્ય ભગવાનને સમર્પિત એક પવિત્ર તહેવાર છે, જે હવે ફક્ત રાષ્ટ્રીય નહીં, પણ વૈશ્વિક તહેવાર બની રહ્યો છે. પીએમએ એ પણ યાદ અપાવ્યું કે સરકારના આવા જ પ્રયાસોને કારણે, થોડા સમય પહેલા કોલકાતાની દુર્ગા પૂજાને પણ યુનેસ્કોની યાદીમાં સ્થાન મળ્યું હતું.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર