Kalki Dham:પીએમ મોદી આજે ઉત્તર પ્રદેશના પ્રવાસે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ઉત્તર પ્રદેશના સંભલમાં કલ્કિ ધામ પહોંચ્યા હતા. તેમણે કલ્કિ મંદિરના શિલાન્યાસ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. પીએમ મોદીએ આજે કલ્કિ ધામ મંદિરનું ભૂમિપૂજન કર્યું હતું. ઉલ્લેખનીય છે કે અહીં એક ભવ્ય મંદિર બનવા જઈ રહ્યું છે જે ભગવાન વિષ્ણુના 10મા અવતાર કલ્કીને સમર્પિત કરવામાં આવશે. ધાર્મિક માન્યતા અનુસાર, કળિયુગના અંતિમ તબક્કામાં ભગવાન કલ્કિ પ્રગટ થશે. શાસ્ત્રોમાં કલ્કિ ભગવાનનો જન્મ ઉત્તર પ્રદેશ રાજ્યના સંભલ જીલ્લામાં થવાની વાત બતાવી છે. જ્યા આ મંદિર બનવા જઈ રહ્યુ છે. કલ્કિ ભગવાનનુ મંદિર એક વિશેષ મંદિર રહેશે. આ મંદિરની મુખ્ય વિશેષતાઓ વિશે આવો જાણીએ.
ક્લકિ ધામ મંદિરની મુખ્ય વિશેષતાઓ
- આ મંદિર ભગવાન કલ્કીને સમર્પિત કરવામાં આવશે, જેમણે ભગવાન વિષ્ણુના કળિયુગના 10મા અને અંતિમ તબક્કામાં અવતાર લીધો હતો. આ પહેલું એવું મંદિર છે જે ભગવાનના દેખાવ પહેલા જ બનાવવામાં આવી રહ્યું છે.
- કલ્કિ ધામ મંદિર પાંચ એકરના સંકુલમાં બનાવવામાં આવી રહ્યું છે, જે જોવા માટે ખૂબ જ ભવ્ય હશે.
- આ પહેલું મંદિર હશે જેમાં 1 નહિ પરંતુ 10 ગર્ભગૃહ હશે. મંદિરના 10 ગર્ભગૃહમાં ભગવાન વિષ્ણુના 10 અવતારોની મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવશે. જેમાં મુખ્ય મૂર્તિ ભગવાન કલ્કીની હશે.