અમરાવતીમાં ટ્રક સાથે મિની બસની ટક્કર, 4 વિદ્યાર્થીઓના મોત

રવિવાર, 18 ફેબ્રુઆરી 2024 (17:07 IST)
-ભયાનક અકસ્માતમાં 4 વિદ્યાર્થીઓના મોત
-અમરાવતીમાં ટ્રક સાથે મિની બસની ટક્કર
-
 
અમરાવતી જિલ્લામાં રવિવારે સવારે એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો, જેમાં 4 વિદ્યાર્થીઓના કરૂણ મોત થયા હતા. આ અકસ્માત નંદગાંવ-ખંડેશ્વર રોડ પર શિંગણાપુર પાસે થયો હતો.

પોલીસે માહિતી આપી હતી કે રવિવારે 14 વિદ્યાર્થીઓ ક્રિકેટ રમવા માટે મિની બસ દ્વારા અમરાવતીથી યવતમાલ જઈ રહ્યા હતા. શિંગણાપુર નજીક અચાનક સામેથી પૂરપાટ ઝડપે આવી રહેલા એક ટ્રકે બસને જોરદાર ટક્કર મારી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે ટ્રકની સ્પીડ ખૂબ જ ઝડપી હતી, જ્યારે બસ સામાન્ય સ્પીડમાં જઈ રહી હતી.
 
અકસ્માત એટલો ગંભીર હતો કે ટ્રક અને મિની બસના ટુકડા થઈ ગયા હતા. ત્રણ વિદ્યાર્થીઓના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે એક વિદ્યાર્થીનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. અકસ્માતની માહિતી મળતાની સાથે જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને બસમાંથી મૃતદેહોને બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા અને ઘાયલ લોકોને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા હતા.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર