PM Modi to address nation live updates: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રને સંબોધન કરતા આવતીકાલથી GST બચત મહોત્સવ શરૂ થવાની જાહેરાત કરી છે. તેમણે દેશવાસીઓને આવતીકાલથી શરૂ થતા નવરાત્રી પર્વની શુભેચ્છાઓ પણ પાઠવી છે. PM મોદીનું આ સંબોધન નવરાત્રીની પૂર્વ સંધ્યાએ આપવામાં આવી રહ્યું છે. GST દરોમાં ઘટાડો નવરાત્રીના પહેલા દિવસથી લાગુ કરવામાં આવશે અને તેનાથી મોટી સંખ્યામાં ઉત્પાદનોના ભાવમાં ઘટાડો થવાની અપેક્ષા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અગાઉ પણ સમયાંતરે રાષ્ટ્રને સંબોધન કરતા રહ્યા છે. વર્ષ 2016માં તેમણે રાષ્ટ્રને સંબોધન દ્વારા નોટબંધીની જાહેરાત કરી હતી. તેવી જ રીતે, તેમણે રાષ્ટ્રને સંબોધનમાં કોવિડ દરમિયાન લોકડાઉનની પણ જાહેરાત કરી હતી.
GST Reforms ભારત ની Growth Story ને Accelerate કરશે - પીએમ મોદી
પીએમ મોદી એ કહ્યું કે GST Reforms ભારત ની Growth Story ને Accelerate કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, "જ્યારે તમે 2014 માં અમને તક આપી, ત્યારે અમે જાહેર હિત અને રાષ્ટ્રીય હિતમાં GST ને અમારી પ્રાથમિકતા બનાવી. બધાને સાથે લઈને, અમે સ્વતંત્ર ભારતમાં સૌથી મોટો કર સુધારો અમલમાં મૂક્યો. કેન્દ્ર અને રાજ્ય સરકારોના પ્રયાસોનું પરિણામ હતું કે દેશ ડઝનબંધ કરના જાળમાંથી મુક્ત થયો. એક રાષ્ટ્ર, એક કરનું સ્વપ્ન સાકાર થયું. સુધારા એક સતત પ્રક્રિયા છે. જ્યારે સમય બદલાય છે, જ્યારે દેશની જરૂરિયાતો બદલાય છે, ત્યારે આગામી પેઢીના સુધારા પણ એટલા જ મહત્વપૂર્ણ બની જાય છે. તેથી જ આ નવા GST સુધારાઓ લાગુ કરવામાં આવી રહ્યા છે."
આપણે એવી વસ્તુઓ ખરીદવી જોઈએ જે ભારતમાં બનેલી હોય: પીએમ મોદી
પીએમ મોદીએ કહ્યું, "આપણે એવી વસ્તુઓ ખરીદવી જોઈએ જે ભારતમાં બનેલી હોય. જેમાં આપણા યુવાનોની મહેનત અને પરસેવો સામેલ હોય. આપણે દરેક ઘરને સ્વદેશીનું પ્રતીક બનાવવું પડશે. ગર્વથી કહો કે હું સ્વદેશી ખરીદું છું. દરેક દુકાનદારે કહેવું જોઈએ કે હું સ્વદેશી વસ્તુઓ વેચું છું. તો જ ભારતનો વિકાસ થશે. તમામ રાજ્ય સરકારોને પણ વિનંતી છે કે તેઓ વિકસિત ભારત માટે સ્વદેશી અને આત્મનિર્ભરતાના સંકલ્પને અપનાવે."
પીએમ મોદીએ "નાગરિક દેવો ભવ" (નાગરિક જ ભગવાન છે) નો આપ્યો મંત્ર
પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું, "આપણે જે "નાગરિક દેવો ભવ" (નાગરિક જ ભગવાન છે) નો મંત્ર લઈને આગળ વધી રહ્યા છીએ તે GST નેક્સ્ટ જનરેશન રિફોર્મમાં પ્રતિબિંબિત થશે. ગયા વર્ષે આવકવેરા અને GST અંગે લેવામાં આવેલા નિર્ણયોથી દેશના લોકોને 2.5 લાખ કરોડ રૂપિયાથી વધુની બચત થશે. વિકસિત ભારતના લક્ષ્ય તરફ આગળ વધવા માટે, આપણે આત્મનિર્ભર બનવું પડશે."
કાલથી શરૂ થઈ રહ્યો છે GST બચત મહોત્સવ
શક્તિની ઉપાસનાનો તહેવાર નવરાત્રી કાલથી શરૂ થઈ રહ્યો છે. તમને શુભકામનાઓ. પહેલા દિવસથી, ભારત આત્મનિર્ભરતા તરફ એક મોટું પગલું ભરી રહ્યું છે. નેક્સ્ટ જનરેશન GST સુધારા નવરાત્રીના પહેલા દિવસે સૂર્યોદય સાથે અમલમાં આવશે. કાલથી, દેશભરમાં GST બચત મહોત્સવ શરૂ થશે. તમારી બચત વધશે, અને તમે સરળતાથી માલ ખરીદી શકશો. ગરીબ, મધ્યમ વર્ગ, ખેડૂતો અને મહિલાઓ બધાને આ બચત મહોત્સવનો ઘણો ફાયદો થશે.