રાતોરાત કરોડપતિ બની ગયો પાલઘરનો માછીમાર, સવા કરોડ રૂપિયાથી વધુમાં વેચી ઘોલ માછલી

બુધવાર, 1 સપ્ટેમ્બર 2021 (18:46 IST)
ચોમાસામાં દરિયામાં માછીમારી કરવા પર પ્રતિબંધ હોય છે.સમુદ્રમા માછલી પકડવા પર લાગેલી રોક હટાવ્યા પછી ચંદ્રકાંત 28 ઓગસ્ટની રાત્રે અરબી સમુદ્રમાં પ્રથમ વખત માછલી પકડવા ગયો હતો. કુદરતનો ચમત્કાર જુઓ, એક કે બે નહીં પણ કુલ 157 ઘોલ માછલીઓ તેની જાળમાં ફસાઈ ગઈ. આ માછલીઓને ચંદ્રકાંત અને તેમના પુત્ર સોમનાથ તરેએ  કુલ 1.33 કરોડમાં વેચી હતી. મતલબ તેને એક માછલીની કિમંત 85 હજાર રૂપિયા મળી. ઘોલ માછલીની કિમંત બજારમાં ખૂબ કિમતી હોય છે. આ માછલીને મેડિકલ સારવાર માટે ઉપયોગમાં લેવાય છે. 
 
ચંદ્રકાંત તરેના પુત્ર સોમનાથે જણાવ્યું કે ચંદ્રકાંત તરે સહિત 8 લોકો સાથે હારબા દેવી નામની હોડીમાં માછલી પકડવા ગયો હતો. 
 
તમામ માછીમારો દરિયા કિનારેથી 20 થી 25 નોટિકલ માઈલની અંદર વાઢવાણ તરફ ગયા હતા. માછીમારોને 157 ઘોલ માછલીઓ મળી, જેને સી ગોલ્ડ પણ કહેવામાં આવે છે કારણ કે આ માછલીઓની કિંમત સોનાથી ઓછી નથી.
 
ઘોલ માછલી શુ છે ? 
 
ઘોલ માછલી એટલે કે જેને સી ગોલ્ડ પણ કહેવામાં આવે છે. તેને 'Protonibea Diacanthus' નામથી પણ ઓળખાય છે. આ માછલીને સોનાના હૃદયવાળી માછલી પણ કહેવામાં આવે છે. ગૌલ માછલીનો ઉપયોગ તબીબી સારવાર, દવાઓ, સૌંદર્ય પ્રસાધનો માટે થાય છે. થાઈલેન્ડ, ઈન્ડોનેશિયા, જાપાન, સિંગાપોર જેવા દેશોમાં આ ઘોલ માછલીઓની ભારે માંગ છે. શસ્ત્રક્રિયા માટે ઉપયોગમાં લેવાતા દોરા, જે આપમેળે જ ઓગળી જાય છે તે પણ આ માછલીમાંથી બનાવવામાં આવે છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર